Ahmedabad News: અમદાવાદના બાપુનગર વિસ્તારમાં કેટલાક અસામાજીક તત્વોનો વીડિયો વાયરલ થયો છે. બાપુનગર ચાર રસ્તા પાસે ચાકુથી ખુલ્લેઆમ લોકોને ડરાવવાનો વીડિયો વાયરલ થતાં લોકો ભયભીત થયા હતા.
અમદાવાદ શહેરમાં કાયદાનો કોઈ ડર ના હોય તેવા દ્વશ્યો સામે આવ્યા છે. બાપુનગર વિસ્તારમાં કેટલાક બેફામ અસામાજીક તત્વોએ ભયનું વાતાવરણ સર્જ્યું હતું. ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. વીડિયોમાં જોવા મળે છે કે યુવક ચાકુને સરેઆમ રસ્તામાં ઊભા રહી રસ્તે આવતા જતા લોકોને દેખાડી રહ્યો છે. આસપાસના લોકોમાં ભયનું વાતાવરણ ઊભુ થતાં લોકોમાં નાસભાગ પણ થઈ હતી.
કાયદા વ્યવસ્થાના ધજાગરા ઉડી રહ્યાં છે ત્યારે અમદાવાદ પોલીસે આ મામલે કોઈ કાર્યવાહી કરી કરશે કે કેમ તે જોવું રહ્યું.
આ પણ વાંચો:રાજકોટમાં યુવતી નશાની હાલતમાં મળી આવતા પોલીસ મૂંઝવણમાં
આ પણ વાંચો:ભારતીય ક્રિકેટના ‘ધ ગ્રેટ વોલ’ અંશુમાન ગાયકવાડે લીધા અંતિમ શ્વાસ
આ પણ વાંચો:સુરતમાં યુટ્યુબરની હત્યામાં 2નાં રિમાન્ડ મંજૂર
આ પણ વાંચો:પાટણના ધારાસભ્યએ ગેરરીતિ અંગે રજૂઆતો બાદ સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત
