Ahmedabad News : અમદાવાદમાં ફ્લાઈટ બુક કરી આપવાનું કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં લોકો પાસેથી રૂપિયા મેળવી લઈને ટિકિટના નામે ઠગાઈ કરવામાંઆવી હતી. જેમાં ઠગબાજે 19 લાખનું ટિકિટના નામે ફુલેકુ ફેરવી દીધું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.જેને પગલે પોલીસે અંડમાન નિકોબારના બંટી બબલી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
પોલીસે આ મામલે મોહમંદ શાહિદ અને મુંબઈની આઈશા કુરેશી સામે ફરિયાદ નોંધી છે. આરોપીઓ ટરટલ ડવા હોલીડેઝ નામની કંપની ચલાવતા હોવાનું બહાર આવ્યું છે.આરોપીઓએ ધ સ્માર્ટ ટેક્સી નામની ફર્મ ચલાવતા ધ્રુવમ ઠાકર સાથે ઠગાઈ કરી હતી.આ અંગે વેજલપુર પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: સુરતમાં 20 દિવસ પહેલા રાખેલા નોકરે કરી 1.27 લાખ રોકડાની ચોરી
આ પણ વાંચો: સોનાની દાણચોરીની નવી મોડસ ઓપરેન્ડી, દુબઈની ટ્રિપ કરનારાને ખેપિયા બનાવો
આ પણ વાંચો: સુરતમાં આજથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.ની પરીક્ષા, ગેરરીતિ રોકવા ચુસ્ત આયોજન
