Rajkot/ પેટા ચૂંટણીની પૂર્વ સંધ્યાએ કરોડોની રોકડ સાથે 2 શખ્સોની અટકાયત, IT વિભાગની તપાસ શરુ

રાજકોટ શહેરના કુવાડવા રોડ પર ખેરવા ગામના પાટિયા પાસે પોલીસ ચેકિંગ દરમ્યાન એક કારમાંથી 1 કરોડ 73 લાખ 60 હજારની રોકડ રકમ મળી આવી છે. આ ઘટનામાં કુવાડવા પોલીસે ખેરવા ગામના પાટિયા પાસે 2 લોકોની ધરપકડ કરી છે.

Gujarat Rajkot

રાજકોટ શહેરના કુવાડવા રોડ પર ખેરવા ગામના પાટિયા પાસે પોલીસ ચેકિંગ દરમ્યાન એક કારમાંથી 1 કરોડ 73 લાખ 60 હજારની રોકડ રકમ મળી આવી છે. આ ઘટનામાં કુવાડવા પોલીસે ખેરવા ગામના પાટિયા પાસે 2 લોકોની ધરપકડ કરી છે. કારની તપાસ દરમ્યાન પોલીસને 1 કરોડ 73 લાખ 60 હજારની રોકડ રકમ મળી આવી છે. જેથી આ મામલે કુવાડવા પોલીસે ઇન્કમટેક્ષ વિભાગને જાણ કરી છે. અત્રે નોધનીય છે કે, ૩ તારીખ પેટા ચૂંટણીની પૂર્વ સંધ્યાએ માતબર રકમ સાથે બંને યુવાનો ઝડપાયા છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ખેરવા ગામને રાજકોટ કુવાડવા પોલીસચોકીમાં ભેળવ્યા પછી ખેરવા નજીક પોલીસ દ્વારા ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે. કુવાડવા પોલીસ મથકના અધિકારી, સ્ટાફ ગત સાંજે ખેરવા ચેક પોસ્ટ નજીક વાહન ચેકીંગની કામગીરી કરી રહ્યા હતા. દરમીયાન પસાર થઈ રહેલી એન્ડેવર કારને પોલીસે શંકાના આધારે અટકાવી હતી. કારની અંદર બે યુવક હતા, તેમજ પાછળની સીટ પર એક થેલો હતો, પોલીસે થેલાની તલાસી લેતા અંદરથી પોણા બે કરોડ રોકડા મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી.પેટા ચૂંટણીના મતદાનની પૂર્વ સંધ્યાએ માતબર રોકડ મળી આવતા પોલીસે કારમાં બેઠેલા જયદિપ ઠાકરસીભાઈ બદરકીયા (રહે, મોરબી) અને નિલેશ સુરેશભાઇ ઉટવાડીયા (રહે, ભડીયાદ, મોરબી)ની સઘન પૂછપરછ કરી હતી.

પૂછપરછમાં બન્નેએ જણાવ્યું હતું કે આ રકમને ચૂંટણી સાથે કોઇ નિસ્બત નથી. નિલેશ અને જયદિપ માસીયાઈ ભાઇ છે. જયદિ૫ મોરબીમાં ખેતવાડીને લગતી પ્રોડક્ટનું વેચાણ કરે છે. જ્યારે નિલેશને ધ્રોલ માર્કેટીંગ યાર્ડમાં સાક્ષી નામની પેઢી છે, તેમજ ઉપરોક્ત રકમ ખેડૂતોને ચૂકવવા માટે લઇ જઇ રહ્યા છે. જોકે આટલી મોટી માત્રામાં રોકડ રકમ મળી હોવાથી પોલીસે ત્વરીત ઇન્કમટેકસ વિભાગને જાણ કરી હતી. ઇન્કમટેકસના અધિકારીઓએ પોણા બે કરોડ રોકડા ક્યાંથી અને કઈ રીતે આવ્યા? એ મામલે બન્નેની સઘન પૂછપરછ શરૂ કરી હોવાની સુત્રોમાંથી માહિતી મળી હતી