Navsari News/ નવસારીમાં રેલ્વે ટ્રેક પર મળેલી લાશ અંગે ઉકેલાયા રહસ્યના વમળો

નવસારીના રેલ્વે ટ્રેક પર મળેલી લાશને લઈને ખુલાસો થયો છે. વૃદ્ધ દંપતીએ ટ્રેન સામે ઝંપલાવીને આત્મહત્યા કરી હોવાનું જાણમાં આવ્યા છે. મોગાર ગામના વૃદ્ધ દંપતીએ ટ્રેનની સામે જ પડતું મૂક્યું હતુ.

Gujarat Others Breaking News

Navsari News: નવસારીના રેલ્વે ટ્રેક પર મળેલી લાશને લઈને ખુલાસો થયો છે. વૃદ્ધ દંપતીએ ટ્રેન સામે ઝંપલાવીને આત્મહત્યા કરી હોવાનું જાણમાં આવ્યા છે. મોગાર ગામના વૃદ્ધ દંપતીએ ટ્રેનની સામે જ પડતું મૂક્યું હતુ. વૃદ્ધ દંપતી વચ્ચે લાંબા સમયથી તકરાર ચાલતી હતી, તેના કારણે કંટાળીને બંનેએ પડતું મૂક્યુ હોવાનું પોલીસ માની રહી છે.

બંનેએ ટ્રેનની નીચે ઝંપલાવીને આત્મહત્યા કરી તે દિવસની સવારે પણ બંને વચ્ચે મોટો ઝગડો થયો હોવાનું પાડોશીઓએ જણાવ્યું હતું. આ ઝગડા બાદ જ હાંસાપોર નજીક રેલ્વે ટ્રેક પર તેમણે પડતું મૂક્યું હતું. વિજલપોર પોલીસે હાલમાં તો અકસ્માત નોંધ કરીને કેસની તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે પખવાડિયા પહેલા નવસારીમાં એક માતાએ મધરાત્રિએ તેના બે નાના બાળકોનું ગળું દબાવીને હત્યા કરી દીધી, પરંતુ તેના સસરાની પણ હત્યા કરવાનો પ્રયાસ કર્યો. ઘટનાની માહિતી મળતાં, પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને હાલમાં આ મામલાની તપાસ કરી રહી છે.

મળતી માહિતી મુજબ, આ ઘટના બિલીમોરા તાલુકાના દેવસર ગામમાં આવેલા મહારાજા એપાર્ટમેન્ટમાં બની હતી. મહિલાએ રાત્રે તેના બે નાના બાળકોનું ગળું દબાવીને હત્યા કરી હતી. બાળકોને મારી નાખ્યા પછી, તેને તેના સસરાને પણ મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે જીવ બચાવવામાં સફળ રહ્યા હતા.

માહિતી અનુસાર માતાને એક સ્વપ્ન આવ્યું જેમાં કોઈએ તેને તેના બાળકોને મારી નાખવાનું કહ્યું, અને તેણે બંનેનું ગળું દબાવીને હત્યા કરી દીધી. બાળકોને મારી નાખ્યા પછી, તેને તેના સસરાને પણ મારી નાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ભાગી જઈને જીવ બચાવ્યો હતો. આ દરમિયાન, માતા પણ સૂચના મુજબ ફાંસી લગાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહી હતી.

આ ઘટનાથી હોબાળો મચી ગયો હતો અને લોકો નજીકમાં ભેગા થઈ ગયા. લોકો ભેગા થતાં જ મહિલાએ  દરવાજો બંધ કરી દીધો. ઘટનાની માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી. પોલીસ ટીમે તોડફોડ કરીને અંદર પ્રવેશ કર્યો, ત્યારે મહિલા આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ પોલીસે તેને રોકી અને પકડી લીધી. પોલીસે બંને બાળકોના મૃતદેહને (Dead body) પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.  આ બનાવના પખવાડિયા પછી વૃદ્ધ દંપતીની આત્મહત્યા બતાવે છે કે નવસારી ક્યાં જઈ રહ્યું છે.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: Navsari News/નવસારીમાં બોગસ એલોપેથિક હોસ્પિ.ચલાવતો નટવર ઝડ્પાયો, 15 દિવસમાં 9 બોગસ ડોક્ટર

આ પણ વાંચો: Navsari News/નવસારીમાં BLOની કામગીરી દરમિયાન શિક્ષકની તબિયત લથડી

આ પણ વાંચો: Navsari News/નવસારીમાં ખાણ ખનીજ વિભાગના નિવૃત્ત સહાયક ભૂસ્તરશાસ્ત્રીની ધરપકડ