Sabarkantha news સાબરકાંઠામાં એક આપઘાતનો મામલો સામે આવ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાબરકાંઠામાં સમાજની મિટિંગમાં બોલાચાલી બાદ આધેડે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ખેડબ્રહ્મા ખાતે બારેશી ભાટીયા સમાજની મિટિંગ હતી. જે મિટિંગમાં આધેડને સમાજના આગેવાનો સાથે ઝઘડો થયો હતો.
મિટિંગમાં ઝઘડા બાદ સમાજના આગેવાનોએ ઈડર આવીને આધેડ રાકેશ ભાટિયાને ધમકી આપી હોવાનું સામે આવ્યું હતું. તેમજ સમાજના આગેવાનોએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જેથી આ વાતનું રાકેશ ભાટિયાને લાગી આવતા ઝેરીદવા ગટગટાવી લીધી હતી, જેથી તેમને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આધેડ રાકેશ ભાટિયાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ત્યારે પરિવારે પોલીસ પાસે ન્યાયની માંગણી કરી હતી તેમજ ધમકી આપનારા સમાજના આગેવાનો સામે કાર્યવાહીની માંગણી કરી હતી. જ્યાં સુધી પોલીસ દ્વારા કાર્યવાહી ન થાય તો લાશ ન સ્વીકારવાની ચીમકી આપી હતી. જેથી ઈડર પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.
આ પણ વાંચો:સુરતમાં મહિલા પોલીસકર્મીનો ગળાફાંસો ખાઈને આપઘાત, ડાયરીમાંથી સુસાઈડ નોટ મળી આવી
આ પણ વાંચો:જામનગરમાં પરપ્રાંતીય તરુણી અને યુવકે ગળાફાંસો ખાધો
આ પણ વાંચો:પ્રેમસંબંધનો કરૂણ અંજામ : યુવતીના મંગેતરે પ્રેમીની હત્યા કરી દેતા પ્રેમિકાએ ખાધો ગળાફાંસો
