Jamnagar News/ જામનગરમાં પરપ્રાંતીય તરુણી અને યુવકે ગળાફાંસો ખાધો

આત્મહત્યા કરી લઇ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે.

Top Stories Gujarat

Jamnagar News: જામનગર (Jamngar) નજીક દરેડમાં તેમજ પડાણામાં મકરસંક્રાંતિ (Makarsankranti) જેવા તહેવારના દિવસે ગળાફાંસા દ્વારા આત્મહત્યા (Suicide)ના બે કિસ્સાઓ બન્યા છે અને એક પરપ્રાંતિય તરુણી તેમજ એક યુવાને આત્મહત્યા કરી લઇ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે.

મૂળ મધ્યપ્રદેશની વતની અને હાલ જામનગર નજીક દરેડમાં રહેતી અંબા દેવી સીતારામ જોશી નામની 15 વર્ષની તરુણીએ ગઈકાલે પોતાના ઘરે લોખંડની આડશમાં ચૂંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકના કુટુંબી રવિભાઈ બાબુભાઈ જોશીએ પોલીસને જાણ કરતાં પંચકોસી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત લાલપુર તાલુકાના પડાણામાં રહીને મજૂરી કામ કરતા તરુણ કુમાર સુકુમાર સાત્રા નામના 37 વર્ષના બંગાળી યુવાને ગઈકાલે પોતાના રૂમમાં વાંસના બાબુ સાથે મફ્લર બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો.

જે બનાવ અંગે તેની સાથે રહેતા રવિન્દ્રનાથ બંગાળી એ પોલીસને જાણ કરતાં મેઘપર પડાણાના એ.એસ.આઈ.વી.સી. જાડેજા બનાના સ્થળે દોડી ગયા હતા અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, જ્યારે તેણે કયા સંજોગોમાં આપઘાત નું પગલું ભરી લીધું, તે જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

@સાગર સંઘાણી


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં પ્રેમી પંખીડાએ ગળામાં ફાંસો ખાઇને મોતને વ્હાલું કર્યું

આ પણ વાંચો:ખેડૂતનો પુત્રના આર્થિક ત્રાસથી કંટાળી જઇ ગળાફાંસો ખાઈ આપઘાત

આ પણ વાંચો:જામનગરમાં દીકરીના લગ્ન પહેલા પિતાનો આપઘાત, લગ્નનો માહોલ ફેરવાયો માતમમાં