હૈયુ કંપાવતી ઘટના/ જામનગરમાં દીકરીના લગ્ન પહેલા પિતાનો આપઘાત, લગ્નનો માહોલ ફેરવાયો માતમમાં

જામનગર નજીક આવેલા નવાગામ ઘેડમાં નરોત્તમ છગનભાઈ રાઠોડનો પરિવાર રહે છે. ઘરમાં લગ્નનો માહોલ હતો. નરોત્તમભાઈની દીકરીના કાલે લગ્ન થવાના હતા. પરિવાર લગ્નના કામમાં વ્યસ્ત હતો. તેવામાં નરોત્તમભાઈએ કોઇ કારણસર પોતાના ઘરની બાજુમાં બની રહેલા નવા ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

Top Stories Gujarat Others
લગ્નનો માહોલ
  • જામનગર: લગ્નનો માહોલ માતમમાં ફેરવાયો
  • પુત્રીના લગ્ન પહેલા પિતાનો આપઘાત
  • નવાગામ ઘેડમાં રહેતા આધેડે કર્યો આપઘાત
  • નરોત્તમ રાઠોડ નામનાં આધેડનો આપઘાત

 જામનગરમાંથી એક હૈયુ કંપાવતી ઘટના સામે આવી છે. અહીં નવાગામ ઘેડમાં દીકરીના લગ્નના એક દિવસ પહેલા કોઇ કારણસર પિતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા લગ્નનો માહોલ માતમમાં ફેરવાયો હતો. જયારે પરિવારજનો સ્તબ્ધ બની ગયા છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.

જામનગર નજીક આવેલા નવાગામ ઘેડમાં નરોત્તમ છગનભાઈ રાઠોડનો પરિવાર રહે છે. ઘરમાં લગ્નનો માહોલ હતો. નરોત્તમભાઈની દીકરીના કાલે લગ્ન થવાના હતા. પરિવાર લગ્નના કામમાં વ્યસ્ત હતો. તેવામાં નરોત્તમભાઈએ કોઇ કારણસર પોતાના ઘરની બાજુમાં બની રહેલા નવા ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

content image 65e10d78 3b9f 42a3 a1a6 64442b8180d9 જામનગરમાં દીકરીના લગ્ન પહેલા પિતાનો આપઘાત, લગ્નનો માહોલ ફેરવાયો માતમમાં

મૃતક નરોત્તમભાઈ કે જેઓની મોટી પુત્રી મિત્તલના લગ્ન સિક્કા ગામે યોજાયા હતા અને આવતીકાલે સિક્કાથી જાન આવવાની હતી. નરોતમભાઈના અન્ય ત્રણ ભાઈઓ સહિતનો પરિવાર લગ્ન પ્રસંગને લઈને એકત્ર થયો હતો અને ઘેર માંડવા પણ બંધાઈ ગયા છે. જે દરમિયાન આજે વહેલી સવારે પોતે શાક લેવા જાય છે તેમ કહી ઘરેથી નીકળ્યા પછી સામેના જ મકાનમાં છતના હુકમા દોરડુ બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો.

મૃતક નરોત્તમભાઈનો પુત્ર ત્યાંથી પસાર થતાં પિતાના મૃતદેહને લટકતો જોઈને અવાચક બની ગયો હતો અને પરિવારને જાણ કરી હતી. બનાવની જાણ થતાં આસપાસના લોકો સાંત્વના પાઠવવા પહોંચ્યા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:નેશનલ ગેમ્સમાં ગયેલી સુરતની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ, મહેસાણાના ખેલાડીએ બનાવી ગર્ભવતી

આ પણ વાંચો:જાહેરમાં બર્થડે પાર્ટી કરતા અટકાવતા યુવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, ચાર લોકોની અટકાયત

આ પણ વાંચો:21મી સદીમાં પણ જીવે છે અંધશ્રદ્ધા, પોરબંદરમાં 2 માસની બાળકીને ભુવાએ દીધા ડામ

આ પણ વાંચો:સુરતમાં ભૂકંપના કારણે ધ્રૂજી ઉઠી ધરતી, રિક્ટર સ્કેલ પર મપાઈ 3.8 તીવ્રતા

આ પણ વાંચો:ગુજરાતના આ શહેરમાં બનશે વિશ્વનું સૌથી મોટું પ્રાણીસંગ્રહાલય, દ.આફ્રિકાથી લવાયા મન્કી