Not Set/ ડિસ્કો દાંડિયાના જુવાળ સામે સંસ્કૃતમાં ગરબા ગાતી અમદાવાદી યુવતી

ભારતમાં પ્રાચીનકાળ દરમિયાન સંસ્કૃત ભાષા ખુબ પ્રચલિત હતી. એ સમયે મોટાભાગના પુસ્તકો પણ સંસ્કૃત ભાષામાં લખવામાં આવતા હતા. અને લોકો પણ એકબીજા સાથે વાતો કરવા માટે સંસ્કૃત ભાષા જ પસંદ કરતા હતા. દરેક મોટી વાતને ટૂંકી રીતે પ્રસ્તુત કરવા માટે સંસ્કૃત ભાષા ખુબ જ મદદરૂપ બનતી હતી. પરંતુ જમાનો બદલાયો, લોકોની રહેણીકરણી બદલાઈ, લોકોના વિચારો બદલાયા […]

Top Stories Ahmedabad Gujarat Navratri 2022
Paremeshi Vyas ડિસ્કો દાંડિયાના જુવાળ સામે સંસ્કૃતમાં ગરબા ગાતી અમદાવાદી યુવતી

ભારતમાં પ્રાચીનકાળ દરમિયાન સંસ્કૃત ભાષા ખુબ પ્રચલિત હતી. એ સમયે મોટાભાગના પુસ્તકો પણ સંસ્કૃત ભાષામાં લખવામાં આવતા હતા. અને લોકો પણ એકબીજા સાથે વાતો કરવા માટે સંસ્કૃત ભાષા જ પસંદ કરતા હતા. દરેક મોટી વાતને ટૂંકી રીતે પ્રસ્તુત કરવા માટે સંસ્કૃત ભાષા ખુબ જ મદદરૂપ બનતી હતી.

garbabig e1538919278583 ડિસ્કો દાંડિયાના જુવાળ સામે સંસ્કૃતમાં ગરબા ગાતી અમદાવાદી યુવતી

પરંતુ જમાનો બદલાયો, લોકોની રહેણીકરણી બદલાઈ, લોકોના વિચારો બદલાયા અને આજે લોકો આપણા દેશની સંસ્કૃત ભાષાને ભૂલી ગયા. અને વેસ્ટર્ન ભાષાને અપનાવી રહ્યા છે.

જોકે, કેટલાક એવા પણ લોકો છે, જેઓ આજે પણ આપણી ભાષાને ખુબ પ્રેમ કરે છે. અને એ ભાષાને બોલવામાં પણ ગર્વ મહેસુસ કરે છે. અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતી અને બીએસસીમાં અભ્યાસ કરતી પરમેશી વ્યાસે લુપ્ત થતી જતી સંસ્કૃત ભાષાને બચાવવા માટે એક મહત્વનો પ્રયાસ કર્યો છે.

Dandiya Raas e1538919307628 ડિસ્કો દાંડિયાના જુવાળ સામે સંસ્કૃતમાં ગરબા ગાતી અમદાવાદી યુવતી

તેણીએ ગુજરાતી ગરબા અને કેટલાક હિન્દી ભાષાના ગીતોને સંસ્કૃત ભાષામાં અનુવાદ કરીને તૈયાર કર્યા છે.