sadness/ યાદોમાં રહી ગયા તેજલિસોટા! ફિલ્મથી માંડીને રાજનીતિની મોટી હસ્તીએ દુનિયાને કહી અલવિદા

2020નું વર્ષ કોરોના મહામારી સિવાય પણ કાળમુખું જ રહ્યું. આ વર્ષે આપણી પાસેથી એટલું તો છિનવી લીધું કે તેની આપૂર્તિ કદાચ ક્યારેય નહીં થાય. અનેક ચહેરા બસ હવે આકાશમાં સિતારા બની ગયા છે.

Top Stories Mantavya Vishesh
shiv ji 18 યાદોમાં રહી ગયા તેજલિસોટા! ફિલ્મથી માંડીને રાજનીતિની મોટી હસ્તીએ દુનિયાને કહી અલવિદા

2020નું વર્ષ કોરોના મહામારી સિવાય પણ કાળમુખું જ રહ્યું. આ વર્ષે આપણી પાસેથી એટલું તો છિનવી લીધું કે તેની આપૂર્તિ કદાચ ક્યારેય નહીં થાય. અનેક ચહેરા બસ હવે આકાશમાં સિતારા બની ગયા છે.

  • 2020નું વર્ષ રહ્યું ભારે અપશુકનિયાળ
  • એકથી એક હસ્તીએ કહી દુનિયાને અલવિદા
  • ફિલ્મથી માંડીને રાજનીતિના મોટા નામનું ગુડબાય
  • અનેક ચહેરાની અચાનક એક્ઝિટે ચોંકાવ્યાં
  • અનેક દિગ્ગજો આવશે ખુબ યાદ

2020ના વર્ષે એવા એવા આંચકા આપ્યાં છે. જેના આફ્ટર શોક હજુપણ અનુભવાઈ રહ્યાં છે. આ વર્ષે સિનેજગતે અનેક મોટા ચહેરા ગૂમાવી દીધાં. સૌથી ચોંકાવનારી એક્ઝિટ હતી સુશાંતસિંહ રાજપૂત. સુશાંતસિંહના અકાળે મૃત્યુએ જો કે બહુ લાંબો વિવાદ પણ જગાવ્યો. બોલિવૂડ એમાં ખુબ બદનામ પણ થયું. પણ પોતાની સેકન્ડ લાસ્ટ મૂવી જિંદાદિલીના પાઠ શિખવનારા સુશાંતે જ અકાળે મોત વ્હાલું કરી લીધું એ મોટો ઝટકો હતો. એવી જ રીતે જેની આંખો જ અભિનય કરી જાણતી એવા ઈરફાન પણ આપણી વચ્ચેથી અચાનક જતાં રહ્યાં. ઈરફાન ખાનના મૃત્યુએ એક જમાનાનો અંત આણી દીધો. સદાબહાર રોમેન્ટિક અભિનેતા રિષિ કપુરે પણ આ જ વર્ષે એક્ઝિટ લઈને ઝટકો આપ્યો. અવાજની દુનિયાના જાદૂગર એસ.પી.બાલાસુબ્રમણિયમની વિદાય પણ ખૂબ જ વસમી રહી. જો કે તેઓ પોતે ગાયેલાં હજારો ગીતોથી આપણી વચ્ચે જીવિત છે. ગુજરાતી સિનેજગતનો જાણીતો ચહેરો નરેશ કનોડિયા અને તેમના મલ્ટિટેલેન્ટેડ ભાઈ મહેશ કનોડિયાએ પણ આ જ વર્ષે વિદાય લીધી.

  • રાજનીતિના અનેક દિગ્ગજોની અલવિદા
  • દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ દાની અલવિદા
  • કોંગ્રેસના દિગ્ગજ અહમદ પટેલની વિદાય
  • ગુજરાતના દિગ્ગજ નેતા કેશુભાઈની વિદાય

આ વર્ષે અનેક રાજનેતાઓએ પણ આપણી વચ્ચેથી જતા રહ્યાં. કોંગ્રેસને ખાસ કરીને મોટી ખોટ પડી. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પણ આ જ વર્ષે અંતિમ શ્વાસ લીધાં. આ તરફ કોંગ્રેસની રાજનીતિનો દિગ્ગજ સિતારો પણ આ વર્ષે ખરી પડ્યો. સોનિયા ગાંધીના અત્યંત મહત્વના સાથી અને સલાહકાર એવા અહમદ પટેલના નિધનથી કોંગ્રેસને બેવડો આઘાત લાગ્યો. હજુ એ આઘાતમાંથી બહાર આવે ત્યાં જ કોંગ્રેસના વધુ એક વર્ષો જૂના સાથી મોતીલાલ વોરાએ પણ વિદાય લીધી. એ જ રીતે ગુજરાતની રાજનીતિના ધૂરંધર અને પૂર્વ મુખ્યમંત્રી એવા કેશુભાઈ પટેલે પણ વિદાય લીધી. આ તરફ રાષ્ટ્રીય રાજનીતિમાં રામવિલાસ પાસવાન અને અમરસિંહ જેવા નેતાઓએ પણ આ વર્ષે આપણાં વચ્ચેથી એક્ઝિટ લીધી. આમ 2020નું વર્ષ અનેક રીતે કપરું સાબિત થયું.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો