Surat/ અધધધ ચોરીના બાઈક સાથે આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ

સુરતના અલગ અલગ વિસ્તારોમાં કડિયાકામના બહાને મોટર સાઈકલ ચોરી કરતી મધ્યપ્રદેશ રાજ્યની આંતરરાજ્ય ગેંગના સાગરીતને સુરત ગ્રામ્ય એલ.સી.બી પોલીસે ચોરી કરેલ મોટર સાઈકલ સાથે ઝડપી પાડી મોટા પ્રમાણમા ચોરીના મોટર સાઈકલ કબ્જે કરી અલગ અલગ જિલ્લાના મોટર સાઈકલ ચોરીના ગુના ઓનો ભેદ ઉકેલી કાઢ્યો.

Top Stories Gujarat Surat
shiv ji 19 અધધધ ચોરીના બાઈક સાથે આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ
@મુકેશ રાજપૂત, સુરત
સુરતના અલગ અલગ વિસ્તારોમાં કડિયાકામના બહાને મોટર સાઈકલ ચોરી કરતી મધ્યપ્રદેશ રાજ્યની આંતરરાજ્ય ગેંગના સાગરીતને સુરત ગ્રામ્ય એલ.સી.બી પોલીસે ચોરી કરેલ મોટર સાઈકલ સાથે ઝડપી પાડી મોટા પ્રમાણમા ચોરીના મોટર સાઈકલ કબ્જે કરી અલગ અલગ જિલ્લાના મોટર સાઈકલ ચોરીના ગુના ઓનો ભેદ ઉકેલી કાઢ્યો.
સુરત જિલ્લામાં મોટરસાયકલ ચોરીના બનાવો દિનપ્રતિદિન વધતા હોવાને કારણે પોલીસ અધિક્ષક ઉષા રાડા સાહેબનાઓએ સુરત ગ્રામ્ય જિલ્લામા તથા આજુબાજુના જિલ્લાઓમા મોટા પ્રમાણમા વાહન ચોરીના ગુના અટકાવવા માટે આદેશ કર્યો હતો જેથી સુરત ગ્રામ્ય એલ.સી.બી તથા પેરોલ ફલો સ્કોડ પોલીસના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એલ.સી.બી પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મીને બાતમી મળી હતી કે નરેશ કલેશ તથા જેરામ બામણીયા નામના બે ઈસમો તેમના સાગરીતો સાથે મળી મોટર સાઈકલ ચોરી કરી મધ્યપ્રદેશ ખાતે લઈ જનાર છે.
જેથી એલ.સી.બી સ્ટાફના માણસો કામરેજ ખાતે અલગ અલગ રીતે વોચમાં ગોઠ્વાયને બાતમીના આધારે એક 20 વર્ષીય શખ્સ આવતા તેને રોકીને કડકાઈ પૂર્વક પૂછયા બાદ બાતમીના આધારે ખરાય કરતા શખ્સે પોતાનું નામ નરેશભાઈ ગુજરીયા કલેશ જણાવ્યું હતું અને પોતે ચલાવી લાવેલ મોટરસાયકલ ચોરીનું હોવાનું કબુલ્યું હતું જેથી એલ.સી.બી પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ આદરી હતી  તેમજ વધુ તપાસ આદરતા એલ.સી.બી પોલીસને મધ્યપ્રદેશ રાજ્યની એક કડી મળી હતી અને ત્યાં તપાસ અર્થે જતા પોલીસને મોટી સફળતા મળી હતી જેમાં આરોપીએ તેના સાગરીતો સાથે મળીને 30 જેટલી મોટરસાયકલ ચોરી કરીને પોતાના ગામ ખાતે લઈ ગયા હતા.  જ્યાં એલ.સી.બી પોલીસને એક સાથે 30 જેટલી ચોરાયેલ બાઈકો જેની કુલ્લ કિંમત રૂપિયા 7 લાખ 63 લાખનો મુદામાલ કબ્જે કરી આ ચોરીના ગુનામાં સંડોવાયેલ અન્ય ચાર શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા હતા .
સુરત ગ્રામ્ય એલ.સી.બી પોલીસે કર્યા ચાર શખ્સોને વોન્ટેડ  
– મુખ્ય સાગરીત નિરીયા તોમર
– હદનેશ મસાનીયા
-સુનિલ તોમર
-કાદુચૌહાણ
જયારે પોલીસે પકડાયેલ આરોપીની વધુ પુછપરછ કરતા ખુલાસો થયો હતો કે તેઓની ટોળકી સુરત ખાતે અલગ અલગ વિસ્તારોમાં અને જિલ્લાઓમાં કડિયા કામ  કરવા માટે આવે ત્યારે મોટર સાયકલની રેકી કરીને રાત્રી દરમિયાન સાગરીતો સાથે મળીને મોટરસાયકલો ચોરી કરી મધ્યપ્રદેશ ખાતે મોકલી આપતા આવી રીતે અલગ અલગ જિલ્લા તેમજ સુરત જિલ્લના વિસ્તારો માંથી મોટરસાયકલ ચોરીને ગુન્હાને અંજામ આપતા હતા
જે રીતે આરોપી પકડાતાની સાથે જ સુરત ગ્રામ્ય એલ.સી.બી પોલીસે સુરત માં અલગ અલગ વિસ્તાર અને અન્ય જિલ્લા માથી ચોરાયેલ મોટરસાયકલનો ભેદ ઉકેલ્યો હતો તો બીજી તરફ આ ગુનામાં સંડોવાયેલ અન્ય ચાર આરોપીને વોન્ટેડ જાહેર કરી તેઓને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો