Gujrat Elections 2022/ ગુજરાતના ધાર્મિક સ્થળોની આટલી બેઠક પર લહેરાયો ભગવો..જાણો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે રેકોર્ડબ્રેક 156 બેઠકો જીતી લીધી છે. તો કોંગ્રેસે 17 બેઠકો અને આપે 4 બેઠક પર જીત મેળવી

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
Gujarat Election

Gujarat Election: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે રેકોર્ડબ્રેક 156 બેઠકો જીતી લીધી છે. તો કોંગ્રેસે 17 બેઠકો અને આપે 4 બેઠક પર જીત મેળવી. જયારે ગુજરાતના ધાર્મિક સ્થાનો સાથે જોડાયેલી બેઠકોમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. ધાર્મિક કહેવાતી 11 બેઠકોમાંથી 9 બેઠકો ભાજપે પોતાના નામે કરી લીધી છે.

ચામુંડા માતા ચોટીલા

સુરેન્દ્રનગરની ચોટીલા વિધાનસભા બેઠકની વાત કરીએ તો ત્યાં ભાજપની જીત થઈ છે. આ બેઠક પર ભાજપના શામજી ચૌહાણની જીત થઇ છે. સુરેન્દ્રનગર જિલ્લાની ચોટીલા બેઠક પર ભાજપના શામજી ચૌહાણ, કોંગ્રેસના ઋત્વિક મકવાણા અને આપના રાજુભાઈ કપરાડા વચ્ચે ખરાખરીનો જંગ હતો.

દ્વારકાધીશ મંદિર, દેવભૂમિ દ્વારકા
દ્વારકા વિધાનસભા બેઠક પરથી ભાજપના પબુભા માણેકની જીત થઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની દ્વારકા બેઠક પર ભાજપમાંથી પબુભા માણેક, કોંગ્રેસમાંથી મુળુભાઈ આહિર અને આપમાંથી લખમણ નકુમ વચ્ચે ખરાખરીનો જંગ હતો.

મહાકાળી માતાનું મંદિર,પાવાગઢ, હાલોલ
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપના ઉમેદવાર જયદ્રથ પરમારે જીત મેળવી હતી. જયદ્રથ પરમારને 1,00,753 મત મળ્યા હતા. તેઓએ 42,705 લીડ મેળવી જીત નોંધાવી હતી.

રણછોડરાયજીનું મંદિર, ડાકોર, ઠાસરા
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ઠાસરા વિધાનસભા બેઠક પર ભાજપના યોગેન્દ્રસિંહ પરમારની 61919 મતોથી જીત થઇ છે. અહીં ભાજપમાંથી યોગેન્દ્રસિંહ પરમાર, કોંગ્રેસમાંથી કાંતિ પરમાર અને આપમાંથી નટવરસિંહ રાઠોડ વચ્ચે જંગ જામ્યો હતો.

શામળાજી મંદિર,શામળાજી, ભિલોડા
અરવલ્લી જિલ્લાની ભિલોડા વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પીસી બરંડા 28,768 મતે વિજેતા થયા છે. ચૂંટણી પંચના આંકડા અનુસાર, ભાજપ ઉમેદવારને કુલ 90,396 મત મળ્યા છે. જ્યારે બીજા નંબરે આમ આદમી પાર્ટીના રૂપસિંહ ભગોરાને 29.74 ટકા મત મળ્યા છે. આ સાથે જ ભિલોડા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ ત્રીજા ક્રમે ધકેલાઈ ગઈ છે.

પાલીતાણા મંદિર
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં પાલીતાણા વિધાનસભા બેઠક પર ભાજપના ભીખાભાઈ બરૈયાની 27577 મતોથી જીત થઇ છે. અહીં ભાજપના ભીખાભાઈ બરૈયા, કોંગ્રેસના પ્રવીણ રાઠોડ અને આપના જીણાભાઇ ખેણી વચ્ચે જંગ જામ્યો હતો.

ઉમિયા માતાનું મંદિર, ઉંઝા
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ઉંઝા બેઠકનું પરિણામ સામે આવી ચૂક્યું છે. ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે શાનદાર જંગી લીડથી જીત મેળવી છે.

ગીરનાર પર્વત, જૂનાગઢ
જૂનાગઢની બેઠક પર ભાજપના સંજય કોરડીયાનો વિજય થયો છે. જૂનાગઢ જિલ્લાની જૂનાગઢ બેઠક પર ભાજપમાંથી સંજય કોરડીયા, કોંગ્રેસમાંથી ભીખાભાઈ જોષી અને આપમાંથી ચેતન ગજેરા વચ્ચે ખરાખરીનો જંગ હતો.

બહુચરા માતાજીનું મંદિર, બેચરાજી
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં બહુચરાજી બેઠક પર ભાજપના ઉમેદવાર સુખાજી ઠાકોરની ભવ્ય જીત થઈ છે.

અંબાજી મંદિર દાંતા
દાંતા વિભાનસભા બેઠક જીતવામાં કોંગ્રેસ સફળ રહ્યું છે. અહીં કાંતીભાઈ ખરાડીનો ભવ્ય વિજય થયો છે. તેમને 81736 મત મળ્યાં હતાં. ભાજપના લાતુભાઈ પારઘીને હારનો સામનો કરવો પડ્યો છે.

સોમનાથ મહાદેવ મંદિર ગીર-સોમનાથ
ગીર-સોમનાથ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના વિમલ ચુડાસમાની 922 મતોથી જીત થઇ છે. અહીં ભાજપમાંથી માનસિંગ પરમાર, કોંગ્રેસમાંથી વિમલ ચુડાસમા અને આપમાંથી જગમલ વાળા વચ્ચે જંગ જામ્યો હતો.

પ્રહાર/ હિમાચલમાં બીજેપીની કારમી હાર પર મમતા બેનર્જીનો કટાક્ષ, કહ્યું- ‘ભાલો હોલો…’