સુરત/ મનપાએ શાળાઓમાં ટેસ્ટિંગ કર્યું સઘન, 5 શિક્ષકો આવ્યા કોરોના પોઝિટિવ

એક તરફ દેશનાં અલગ-અલગ ભાગોમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે બીજી તરફ કોરોનાનાં કેસોમાં સતત ઉછાળો દેખાઇ રહ્યો છે.

Gujarat Surat
ગરમી 26 મનપાએ શાળાઓમાં ટેસ્ટિંગ કર્યું સઘન, 5 શિક્ષકો આવ્યા કોરોના પોઝિટિવ
  • સુરત શહેરમાં કોરોનાનો કેર યથાવત
  • મનપાએ શાળાઓમાં ટેસ્ટિંગ સઘન કર્યું
  • 50 શાળાઓમાં 2746 કોરોના ટેસ્ટિંગ કરાયા
  • 2746 ટેસ્ટિંગમાં 5 શિક્ષકો કોરોનો પોઝિટિવ
  • 12 વિદ્યાર્થીઓ મળી 17 પોઝિટિવ આવ્યા
  • બહારગામથી આવતા લોકોને ફરજિયાત કોરોન્ટાઇન
  • સુરતમાં 24 કલાકમાં 161 પોઝિટિવ કેસ નોંધાયા

એક તરફ દેશનાં અલગ-અલગ ભાગોમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે બીજી તરફ કોરોનાનાં કેસોમાં સતત ઉછાળો દેખાઇ રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોનાનાં કેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ વધ્યા છે. રાજ્યનાં સુરત શહેરમાં કોરોનાનો કહેર યથાવત છે.

News: ઊનાના વડલામાં મહીલાએ ગેસનો ચુલ્લો સળગાવતા ધરના પાંચ સભ્યો આગની લપેટમાં 3 ની હાલત ગંભીર

કોરોનાનાં વધતા જતા કેસ વચ્ચે સુરત મનપાએ શાળાઓમાં ટેસ્ટિંગ સઘન કરી દીધુ છે. જેને લઇને 50 શાળાઓમાં 2746 કોરોનાનાં ટેસ્ટિંગ કરાયા હતા. આ 2746 ટેસ્ટિંગમાં 5 શિક્ષકો કોરોના પોઝિટિવ આવ્યા હોવાનુ સામે આવ્યુ છે. વળી 12 વિદ્યાર્થીઓ મળી કુલ 17 કોરોનાનાં કેસ પોઝિટિવ આવ્યા બાદ જનતામાં એક ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોનાનાં કેસ વધતા હોવાના કારણે સુરત શહેરમાં બહારગામથી આવતા લોકોને ફરજીયાત કોરોન્ટાઇન કરવામાં આવશે. સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં 161 કોરોનાનાં પોઝિટિવ કેસ નોંધાયા છે.

કોરોના: સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં કમળ ખીલ્યું અને હવે કોરોનાનો વારો

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાનાં કેસમાં ઉછાળો આવી રહ્યો છે. ત્યારે એક જ દિવસમાં 90 કેસ વધ્યા છે. જયારે ગઈકાલે 500 થી વધુ કેસ નોધાયા હતા. વળી 484 દર્દીઓ કોરોના સામે જંગ જીતવામાં સફળ રહ્યા છે. એક તરફ રાજ્ય સરકાર દ્વારા વેક્સીનેશન ઝડપી બનાવવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, ઝડપથી કોરોનાનો પ્રકોપ પણ વધી રહ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ