રોગચાળો/ રાજયભરમાં માથુ ઉચકતો રોગચાળો, હોસ્પિટલોમાં દર્દીઓની ભારે ભીડ

રાજયમાં ચોમાસુ શરૂ થતાની સાથે જ રોગચાળાએ માથું ઉચક્યું છે. રાજયમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગમાં વધારો જોવા મળી રહ્યો છે. એક બાજુ રાજ્યમાં કોરોના કેસમાં વધારો નોધાઈ રહ્યો છે

Top Stories Gujarat Others
મચ્છરજન્ય રાજયમાં ચોમાસુ શરૂ થતાની સાથે જ રોગચાળાએ માથું ઉચક્યું છે. રાજયમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગમાં વધારો જોવા મળી રહ્યો છે. એક બાજુ

રાજયમાં ચોમાસુ શરૂ થતાની સાથે જ રોગચાળાએ માથું ઉચક્યું છે. રાજયમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગમાં વધારો જોવા મળી રહ્યો છે. એક બાજુ રાજ્યમાં કોરોના કેસમાં વધારો નોધાઈ રહ્યો છે તો બીજી બાજુ વરસાદી રોગચાળાએ માથું ઊંચક્યું છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.

વરસાદની સિઝન ચાલુ થતા તાવ, શરદી, ખાંસી જેવા રોગોનું પ્રમાણ વધ્યું છે. પાણી અને મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે. અમદાવાદ ખાતે અસારવા સિવિલ હોસ્પિટલની OPDમાં લોકોની ભારે  ભીડ જોવા મળી રહી છે. તો સુરત, વડોદરા, રાજકોટની હોસ્પિટલોમાં પણ દર્દીઓની ભીડ જોવા મળી રહી છે.

ડેન્ગ્યું અને મલેરિયા જેવા રોગના કેસમાં વધારો જોવા મળી રહ્યોછે. અમદાવાદ ખાતે રાજકોટ ખાતે જુન મહિનામાં પાણીના લેવામાં આવેલા સેમ્પલ પૈકી ૩૫ સેમ્પલ અનફીટ જાહેર કરવામાં આવ્યા હતા. જુન મહિનાની શરુઆતથી શહેરના વિવિધ વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસની સંખ્યામાં સતત વધારો નોધાયો હતો. પાણીજન્ય રોગના કેસ વધવાની સાથે ટાઈફોઈડના કેસમાં પણ વધારો નોધાયો છે.

રાજકોટ ખાતે ચોમાસુ સક્રિય થતા વરસાદી સિઝનમાં મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે. તેમાં પણ લાંબા સમયથી નહીં દેખાયેલા ચીકનગુનીયાના રોગે માથુ ઉંચકતા ફફડાટ ફેલાયો છે. શરીરના હાડકા વાળી દેતા અને સખત દુ:ખાવો કરતા ચીકનગુનીયા તાવના અમુક કેસ ખાનગી હોસ્પિટલમાં પણ આવવા લાગ્યાનું જાણવા મળ્યું છે. તો સાથે  ડેંગ્યુ અને મેલેરીયાના કેસ પણ ચોપડા પર ચઢ્યા છે. સાથે શરદી, ઉધરસ અને  સામાન્ય તાવના કેસ ચોપડે  નોધાયા છે.

વિશ્લેષણ/ મિશન 2024 માટે ભાજપ આ જાતિઓ અને વર્ગો પર કરી શકે છે ફોકસ