વડોદરા દુર્ઘટના/ વડોદરાના તળાવમાં ડૂબી જનાર વિદ્યાર્થીઓ અને શિક્ષકોના નામ આવ્યા સામે,બચાવ કામગીરી પુરજોશમાં

વડોદરાના હરણી તળાવમાં વિદ્યાર્થીઓને લઈને જતી એક હોડી પલટી મારી જવાની ઘટનામાં કુલ 14 મોત થયા છે

Top Stories Gujarat
1 4 વડોદરાના તળાવમાં ડૂબી જનાર વિદ્યાર્થીઓ અને શિક્ષકોના નામ આવ્યા સામે,બચાવ કામગીરી પુરજોશમાં

વડોદરામાં મોટી દુર્ઘટના સર્જાતા સમગ્ર દેશમાં ચકચાર મચી જવા પામી છે. વડોદરાના હરણી તળાવમાં વિદ્યાર્થીઓને લઈને જતી એક હોડી પલટી મારી જવાની ઘટનામાં કુલ 14 મોત થયા છે, જેમાં 12 વિદ્યાર્થી અને બે શિક્ષક હોવાના સમાચાર સામે આવ્યા છે. આ દુર્ઘટનામાં ડૂબી જનાર લોકોના નામ  સામે આવ્યા છે.

મૃતક વિદ્યાર્થીઓના નામ 

સકીના શેખ

મુઆવજા શેખ

આયત મન્સૂરી

અયાન મોહમ્મદ ગાંધી

રેહાન ખલીફા

વિશ્વા નિઝામ

જુહાબિયા સુબેદાર

આયેશા ખલીફા

નેન્સી માછી

હેત્વી શાહ

રોશની સૂરવે

મૃતક શિક્ષિકાઓ

છાયા પટેલ

ફાલ્ગુની સુરતી

નોંધનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘X’ પર સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું છે કે ‘વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જીવ ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. તંત્ર દ્વારા બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકની બચાવ કામગીરી હાલ ચાલુ છે. દુર્ઘટનાનો ભોગ બનનારાને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચના આપી છે.