વડોદરા દુર્ઘટના/ વડોદરામાં બોટ પલટી મામલે કોંગ્રેસે સદોષ માનવવધનો ગુનો દાખલ કરવાની કરી માગ

આ દુર્ઘટનામાં 12 વિધાર્થીઓ અને બે શિક્ષિકા સહિત કુલ 14 લોકોના મોત નિપજયા છે.હાલ બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે

Top Stories Gujarat
2 4 વડોદરામાં બોટ પલટી મામલે કોંગ્રેસે સદોષ માનવવધનો ગુનો દાખલ કરવાની કરી માગ

વડોદરાના હરણીના મોટનાથ તળાવમાં આજે હોડી પલટી જતા મોટી દુર્ઘના સર્જાઇ હતી, આ દુર્ઘટનામાં 12 વિધાર્થીઓ અને બે શિક્ષિકા સહિત કુલ 14 લોકોના મોત નિપજયા છે.હાલ બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ દુર્ઘટનાને લઇને હવે રાજકિય પાર્ટીઓ પણ સખત શબ્દોમાં પ્રતિક્રિયા આપીને આક્રોશ વ્યક્ત કરી રહી છે. વડોદરાના વિપક્ષના નેતા અમી રાવતે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘આ પહેલા પણ સૂરસાગર તળાવમાં આવી ઘટના બની હતી. આવી ઘટનાઓમાંથી શીખ લેવાની જરૂર છે. તમામ વિદ્યાર્થીઓને તમે જોઈ શકો છો કે તેઓ લાઈફ જેકેટ વિના જ હોડીમાં બેસાડી દેવાયા હતા. આ મોટી હોનારત સર્જાઇ ગઇ છે. આ દુર્ઘટનામાં સામેલ લોકો  સામે કડક કાર્યવાહી કરવામાં આવે.જવાબદાર સામે માનવવધનો ગુનો નોંંધવામાં આવે તેવી ઉગ્ર માંગ તેમણે કરી હતી. આ દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે

ઉલ્લેખનીય વડોદરાની ન્યૂ સન રાઈઝ સ્કૂલના 82 વિદ્યાર્થીઓ મોટનાથ તળાવની મુલાકાતે પહોંચ્યા હતા, જેમાંથી 23 વિદ્યાર્થી અને ચાર શિક્ષક નૌકાસવારી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક હોડીએ પલટી મારી જતા વિદ્યાર્થીઓ તળાવમાં ડૂબી ગયા હતા. ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક સ્થળ પર ટીમ દોડી આવી હતી. હાલ બાળકોને બચાવવાનું અભિયાન ચલાવાઈ રહ્યું છે. આ ઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ સાથે કલેક્ટર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

 

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો:‘ધ સ્ટાર્ટઅપ ગાઈડ’ના કવર પેજનું કરાયું અનાવરણ

આ પણ વાંચો:વિદ્યાનગરમાં પતિએ પત્નીની હત્યા કરીને કર્યો આપઘાતનો પ્રયાસ