- આણંદ: વિદ્યાનગરમાં પતિએ કરી પત્નીની હત્યા
- ફેવરીટ હોટેલના રૂમ નંબર 203માં બની ઘટના
- હત્યા બાદ પતિએ 100 નંબર પર પોલીસને કરી જાણ
- પતિને 108 મારફતે હોસ્પીટલ ખસેડવામાં આવ્યો
Anand News: વર્તમાન સમયમાં લગ્નજીવન બહુ ટૂંકુ હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યાં છે, પતિ-પત્ની સમજણ શક્તિના અભાવે તુ તુ મેં મેં કરતા જોવા મળતા હોય છે. ત્યાર બાદ તે ઝઘડા સુધી પહોંચી જાય છે. ત્યારબાદ તે ક્યારેક હત્યાના બનાવમાં તબદિલ થઈ જાય છે. ત્યારે આણંદમાં પતિએ પત્નીની હત્યા કરી નાખતાં ચકચાર મચી ગઈ છે. હત્યા બાદ પતિએ 100 નંબર પર પોલીસને કરી જાણ કરી હતી.
આ અંગે મળતી માહિતી અનુસાર, આણંદના વિદ્યાનગરમાં પતિએ પત્નીની હત્યા કરી છે. એટલું જ નહીં હત્યા કર્યા બાદ તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના ફેવરીટ હોટેલના રૂમ નંબર 203માં બની છે. હત્યા અને આપઘાતના પ્રયાસ બાદ પતિએ 100 નંબર પર પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસ ઘટના સ્થળે આવીને પતિને 108 મારફતે હોસ્પીટલ ખસેડવામાં આવ્યો છે. ક્યા કારણોસર પતિએ પત્નીની હત્યા કરી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. મૃતક મહિલાનું નામ સેજલ દવે અને હત્યારા પતિનું નામ કોટેશ્વર દવે હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
આ પણ વાંચો:વડોદરા/PCR વાનમાં દારૂની મહેફિલ માણતા કોન્સ્ટેબલ બે મિત્રો ઝડપાયા
આ પણ વાંચો:ayodhya ram mandir/‘છોટી કાશી’ હાલારનું હીર અયોધ્યામાં પાથરશે પોતાની કલાના ઓજશ
આ પણ વાંચો:stray cattle/ભાવનગરમાં રખડતા ઢોરનો આતંક યથાવત્, ઘટના સ્થળે યુવકનું મોત