વડોદરા/ PCR વાનમાં દારૂની મહેફિલ માણતા કોન્સ્ટેબલ બે મિત્રો ઝડપાયા

વડોદરામાં PCR વાનમાં દારૂની મહેફિલ ઝડપાઇ છે. દારૂની મહેફિલ માણતા હેડ કોન્સ્ટેબલ સહિત ત્રણ ઝડપાયા છે.

Top Stories Gujarat Vadodara
  • વડોદરા: પોલીસ PCR વાનમાં દારૂની મહેફીલ
  • દારૂની મહેફિલ માણતા પોલીસ સહિત ત્રણ ઝડપાયા
  • ઉત્તરાયણની બપોરે મુજમહુડા હનુમાનજી મંદિર પાસેનો બનાવ
  • જાહેરમાં PCR વાનમાં દારૂની મહેફીલ માણતા હતા કોન્સ્ટેબલ

Vadodara News: વડોદરામાં ઉત્તરાયણની બપોરે મુજ મહુડા વિસ્તારમાં હનુમાનજી મંદિર પાસે પોલીસ PCR વાનમાં દારૂની મહેફીલ માણતા કોન્સ્ટેબલ સહિત ત્રણ પકડાયા હતા.કોન્સ્ટેબલ અને બે સાથી જાહેરમાં PCR વાનમાં દારૂની મહેફીલ માણતા હતા.ત્યારે આ અંગે રાહદારીએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી.જેમાં નવદીપસિંહ સરવૈયા, માલવ કહાર, સાકિર મણિયાર સામે પોલીસે ગુનો નોંધી તેમની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા પોલીસ દ્વારા PCR વાનમાં બેસીને જાહેરમાં દારૂની મહેફીલ માણવામાં આવી રહી હતી. જેમાં રાહદારી દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ કોન્સ્ટેબલ નવદીપસિંહ, માલવ કહાર, સાકિર મણિયાર જાહેરમાં દારૂની મહેફીલ માણતા ઝડપાયા હતા.

આ ત્રણેય કોન્સ્ટેબલ દારૂનો નશો કર્યો હોવાનું જણાવતા જે.પી રોડ પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. અને ત્રણેય કોન્સ્ટેબલની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ લોકોને કાયદાનું અમલ કરાવતી હોય છે પણ અહીં વડોદરામાં પોલીસ ખુદ કાયદા તોડતી જોવા મળી આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તલોદના રોયલ પાર્ક સોસાયટીમાંથી યુવાનનો મૃતદેહ મળતા ચકચાર

આ પણ વાંચો:સુરતમાં BRTSની રેલિંગથી અથડાતા યુવાનનું મોત

આ પણ વાંચો:અમિત શાહની મોટી બહેનનું મુંબઈમાં નિધન, કેન્દ્રીય મંત્રીએ તમામ કાર્યક્રમો કર્યા રદ્દ

આ પણ વાંચો:સોમનાથમાં મંદિરનું કામ પૂર્ણ થાય તે પહેલા શિવલિંગની કરવામાં આવી હતી પ્રાણ પ્રતિષ્ઠા, ખુદ રાષ્ટ્રપતિ રહ્યા હતા હાજર