ગુજરાત/ તલોદના રોયલ પાર્ક સોસાયટીમાંથી યુવાનનો મૃતદેહ મળતા ચકચાર

તલોદના પોશ વિસ્તારમાં આવેલ રોયલ પાર્ક સોસાયટીમાં થી સોમવારે બપોરના સુમારે એક યુવાનની લાશ મળી આવતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા.

Gujarat Others

@દિલીપ પરમાર 

તલોદના પોશ વિસ્તારમાં આવેલ રોયલ પાર્ક સોસાયટીમાં થી સોમવારે બપોરના સુમારે એક યુવાનની લાશ મળી આવતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે તલોદ હરસોલ રોડ ઉપર આવેલ શહેરના પોશ વિસ્તાર એવા રોયલ પાર્ક સોસાયટીમાં ખુલ્લી જગ્યામાં ઉગી નિકળેલા બાવળની ઝાડીમાં એક આશાસ્પદ યુવાનની લાશ પડી હોવાની જાણ સ્થાનિક લોકોને થતાં લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા.

જે બનાવ અંગે તલોદ પોલીસ ન જાણ કરવામાં આવતા તલોદ ટાઉન જમાદાર ભાવિક દેસાઇ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવી સ્થળ પંચનામું કરી મૃતક યુવાન ની ઓળખ હાથ ધરતાં ધવલ વિક્રમભાઇ રામી ઉ.વર્ષ ૨૬ રહે.હરસોલ નો હોવાની ઓળખ થતાં તેના વાલી વારસોને જાણ કરી મૃતક યુવાનની લાશને તલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી.એમ અર્થે ખસેડી આગળ ની કાર્યવાહી હાથ ધરી હોવાનું તલોદ પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે એકાએક જુવાનજોધ યુવાન ની મળી આવેલી લાશને કારણે તેના મોતનું કારણ શોધવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ફતેપુરા નગરમા ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર કચરા અને કાદવ કીચડના ઢેર

આ પણ વાંચો:વંથલીમાં સિંહના આંટાફેરા, સિંહની ડણકથી સ્થાનિકોમાં ભયનો માહોલ

આ પણ વાંચો:ખંભાતમાં રો-મટીરીયલ મોંઘુ થતા પતંગના ભાવમાં 15 થી 20% નો વધારો

આ પણ વાંચો:અંકલેશ્વરનો યુવાન સુરતમાં કરોડોનું ફુલેકુ ફેરવી ગયો….