સુરત/ અંકલેશ્વરનો યુવાન સુરતમાં કરોડોનું ફુલેકુ ફેરવી ગયો….

સુરતના વેપારીને વિશ્વાસમાં લઇ કરોડોનું ફુલેકુ ફેવી ગયો હતો.હાલ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે તપાસ શરૂ કરી છે.

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 2024 01 10T141039.342 અંકલેશ્વરનો યુવાન સુરતમાં કરોડોનું ફુલેકુ ફેરવી ગયો….
  • સુરત:બેંક જપ્તીની જમીન બતાવી 3.89 કરોડની ઠગાઇ
  • 2 કરોડની જમીનમાં દોઢ કરોડ નફો બતાવી છેંતરપિંડી
  • અંકલેશ્વરના ભેજાબાજે 3.89 કરોડ રૂપિયા પડાવ્યા
  • બેંક જપ્તીની જમીનના નામે અલથાણના બિલ્ડર સાથે ચીટિંગ
  • બેંકે ટાંચમાં લીધેલી જમીનમાં 2 કરોડનું રોકાણ કરાવ્યુ

@દિવ્યેશ પરમાર 

Surat News: અંકલેશ્વરનો સ્વીટ્સનો વેપારી સુરતના ફોસ્ટાના પૂર્વ પ્રમુખને છેતરી ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. બેંકમાં ઓળખાણ હોવાની અને પોતે મોટો માણસ હોવાની ડંફાંસો મારી સુરતના વેપારીને વિશ્વાસમાં લઇ કરોડોનું ફુલેકુ ફેવી ગયો હતો.હાલ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે તપાસ શરૂ કરી છે.

અંકલેશ્વરના જય ભવાની સ્વીટ્સના હસ્તીસિંહ રાજપૂતે કરોડોનું કૌભાંડ આચાર્યુ હતું.જે મામલે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. સુરતના ફોસ્ટાના પૂર્વ પ્રમુખ અને રિંગ રોડ તિરૂપતિ સ્કવેરમાં રજત સિલ્ક મિલ્સના નામે ટેક્સ્ટાઇલ અને નિર્મલ કોર્પોરેશનના નામે જમીન લે-વેચની પેઢી ચલાવે છે.જે દરમિયાન અંકલેશ્વરના ભડકાદરામાં નંદનવન સોસાયટીમાં રહેતા અને જય ભવાની સ્વીટ્સના નામે મીઠાઈની દુકાન ધરાવતા હસ્તીસિંહ નારાયણસિંહ રાજપુરોહિત મળ્યો હતો.

વાતચીત બાદ સુરત રિંગ રોડની તેમની દુકાને  હસ્તી સિંહ મળવા આવ્યો હતો.ત્યાં તે મોટી વ્યક્તિ હોવાનું અને બેંકના મેનેજર સાથે સારી ઓળખ ધરાવતો હવાની અને મિલકતો તારણમાં રહેલી મિલકતો હરાજીથી લઈ વેચાણ કરી મોટો નફો કમાતો હોવાનું જણાવ્યું હતું.તે દરમ્યાન અંકલેશ્વરમાં UPL કંપનીની પાસે રહેલી એક ફેક્ટરી કેનેરા બેન્ક દ્વારા હરાજી થઈ હતી.

10,600 સ્ક્વેર મીટરની આ જમીનવાળી ફેક્ટરી પોતે 9.59 કરોડમાં ખરીદી છે અને 15.68 કરોડમાં વેચી પણ દીધી છે. પરંતુ ચૂકવવા માટે બે કરોડ ખૂટે છે જો તે રકમ તમે આપો તો 22 ટકા હિસ્સો આપવામાં આવશે તેમ કહેતાં આ વેપારીએ 40 લાખ રૂપિયા આપ્યા હતા અને તેમના સંબંધી રાજસ્થાન ઇન્ટરનેશનલના અશોક જૈન અને જેતપુર સારીઝના દાનમલ જૈન પાસેથી અનુક્રમે 21 લાખ અને 40 લાખ રૂપિયા મળી 1.10 કરોડ રૂપિયા અપાવ્યા હતા.

છ મહિના 1.34 કરોડના નફા સાથે 2.35 કરોડ પરત આપવાના MOU. પણ કર્યા હતા. જોકે આ છ મહિના પૂરા થઇ જવા છતાં નાણાં પરત આપ્યા ન હતા. એટલું જ નહિ, જે ચેક આપ્યા હતા તે પણ બાઉન્સ થયા હતા. જેમાં વેપારીએ હસ્તીસિંહ પાસે રૂપિયાની ઉઘરાણી કરતા મારી નાંખવાની ધમકી આપવામાં આવી હોવાથી મામલો સલાબતપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે હસ્તીસિંહ વિરુદ્ધ છેતરપિંડી અને ધાકધમકી આપવા બદલ ગુનો નોંધી હસ્તીસિંહ ને પકડવા ના ચક્રો ગતિમાન કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઉતરાયણના પહેલા જ ચાઇનીઝ દોરીએ લીધો યુવતીનો ભોગ

આ પણ વાંચો:વાઈબ્રન્ટ સમિટ પહેલા પીએમ મોદી તેમની ત્રણ દિવસીય ગુજરાત મુલાકાતમાં ટ્રેડ શોનું ઉદ્ઘાટન, જાણો કાર્યક્રમ

આ પણ વાંચો:ગાદોઇ ટોલ ટેક્સ વિવાદ અંગે કલેકટરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ બિલકિસ બાનોના ઘરે ઉજવણીનો માહોલ, ફોડ્યા ફટાકડા