વાઈબ્રન્ટ સમિટ/ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024 : જાપાની સુઝુકી મોટર્સ કાર કંપનીની ગુજરાતમાં મોટા રોકાણની જાહેરાત, 35,000 કરોડના ખર્ચે વિશાળ પ્લાન્ટ સ્થાપવાની યોજના

જાપાની સુઝુકી મોટર્સ કાર કંપનીએ વાઈબ્રન્ટ સમિટમાં ગુજરાતમાં 35,000 કરોડના ખર્ચે વિશાળ પ્લાન્ટ સ્થાપવાની યોજનાની જાહેરાત કરી.

Top Stories Gujarat
Mantay 46 વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024 : જાપાની સુઝુકી મોટર્સ કાર કંપનીની ગુજરાતમાં મોટા રોકાણની જાહેરાત, 35,000 કરોડના ખર્ચે વિશાળ પ્લાન્ટ સ્થાપવાની યોજના

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024નું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ સમિટમાં હાજર રહેલા ઉદ્યોગપતિઓ ગુજરાત પર ઓળઘોળ થતા રોકાણોની જાહેરાત કરી છે. જાપાની કાર નિર્માતા સુઝુકી મોટર્સે ગુજરાતમાં નોંધપાત્ર રોકાણ કરવાની તેની યોજના જાહેર કરી છે. સુઝુકી કંપની ગુજરાતમાં વિશાળ પ્લાન્ટ સ્થાપવાની યોજના ધરાવે છે. કંપની ગુજરાતમાં તેના હાલના પ્લાન્ટમાં નવી ઉત્પાદન લાઇનમાં રૂ. 3,200 કરોડ અને ચોથી ઉત્પાદન લાઇન ઉમેરતા રાજ્યમાં કુલ રૂ. 35,000 કરોડનું વધારાનું રોકાણ કરશે.

35 હજાર કરોડ રૂપિયાના ખર્ચે બનતા આ વિશાળ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાંથી 10 લાખ યુનિટ પ્રતિવર્ષ બનાવવામાં આવશે. તેમજ આગામી સમયમાં પ્લાન્ટનો વિસ્તાર વધારી 2030-31 સુધીમાં 4 મિલિયન (40 લાખ) યુનિટ પ્રતિ વર્ષ કરવાનું આયોજન છે. સુઝુકી મોટર્સના પ્રેસિડેન્ટ, તોશિહિરો સુઝુકીએ જણાવ્યું હતું કે કંપની આ વર્ષના અંત પહેલા ગુજરાત પ્લાન્ટમાંથી તેનું પ્રથમ ઈલેક્ટ્રિક વાહન લોન્ચ કરવાનું લક્ષ્ય ધરાવે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કંપની ભારતમાં આ ઈલેક્ટ્રિક વાહન મોડલને માત્ર વેચવા જ નહીં પરંતુ તેને જાપાન અને કેટલાક યુરોપિયન દેશોમાં પણ નિકાસ કરવા માગે છે.

Capture 5 વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024 : જાપાની સુઝુકી મોટર્સ કાર કંપનીની ગુજરાતમાં મોટા રોકાણની જાહેરાત, 35,000 કરોડના ખર્ચે વિશાળ પ્લાન્ટ સ્થાપવાની યોજના

મીડિયા અહેવાલ મુજબ, નવી પ્રોડક્શન લાઇનમાં દર વર્ષે વધારાના 2.5 લાખ યુનિટનું ઉત્પાદન કરવાની ક્ષમતા હશે, જે સુઝુકી મોટર ગુજરાતનું વાર્ષિક ઉત્પાદન વર્તમાન 7.5 લાખ યુનિટથી વધારીને વાર્ષિક 10 લાખ યુનિટ કરશે. વધુમાં, ગુજરાતમાં બીજા કાર પ્લાન્ટનું નિર્માણ સુઝુકી મોટર્સ માટે દર વર્ષે 10 લાખ યુનિટની વધારાની ઉત્પાદન ક્ષમતામાં પરિણમશે. આનાથી ગુજરાતમાં સુઝુકી મોટર્સની કુલ વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 20 લાખ યુનિટની આસપાસ પંહોચશે તેવુ અનુમાન છે.

સુઝુકી મોટર્સનું ગુજરાતમાં રોકાણ એ ભારતના સમૃદ્ધ ઓટો માર્કેટને ધ્યાનમાં રાખીને એક વ્યૂહાત્મક પગલું છે. કંપનીની પેટાકંપની, મારુતિ સુઝુકી, વેચાણની દ્રષ્ટિએ પહેલેથી જ ભારતમાં ટોચની કાર નિર્માતા છે. મારુતિ સુઝુકી કંપની ગુજરાતમાં અગાઉથી પોતાનો કાર મેન્યુફેકચરિંગ ક્ષેત્રનો સૌથી મોટો પ્લાન્ટ ધરાવે છે. જો કે મારૂતી સુઝુકી તેના જાપાની પાર્ટનર સુઝુકી મોટર્સ પાસે રહેલો કંપનીનો હિસ્સો ખરીદવાની યોજના ધરાવે છે. તમામ બાબતો પાર પડે તો સંભવત માર્ચ 2024 સુધીમાં મારુતી કંપની 100 ટકા હિસ્સેદારી સુઝુકી પાસેથી ખરીદી શકે છે.

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની 10મી આવૃત્તિ આજથી શરૂ થઈ છે અને તે 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી, 2024 સુધી ચાલશે. આ સમિટમાં ગુજરાતમાં મોટાપાયે કંપનીઓ દ્વારા રોકાણ થઈ રહ્યું છે. ગુજરાત માટે આ વખતની સમિટ વધુ મહત્વની બની રહેશે. કંપનીઓ દ્વારા રોકાણ વધતા આગામી સમયમાં ગુજરાત આર્થિક સ્તરે મજબૂત બનતા વધુ સમૃદ્ધ બનશે.

સુઝુકી કંપની ઉપરાંત દેશના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પણ ગુજરાત રાજ્યમાં $24 બિલિયનનું રોકાણ કરવાની જાહેરાત કરી. જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સ જૂથ ગુજરાતના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વાઈબ્રન્ટ સમિટ/વાઈબ્રન્ટ સમિટ Live : પીએમ મોદીએ કહ્યું- 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવાનો લક્ષ્ય

આ પણ વાંચો:ગુજરાત/સુરતમાં કાપડના વેપારી પાસેથી 75 હજારની લાંચ લેતા કોન્સ્ટેબલનો સાગરીત ઝડપાયો