Not Set/ ત્રીજી લહેર પહેલા કઈ રીતે મળશે સૌને રસી, રસીનું કામ ચાલે છે ગોકળ ગાયની ગતિએ

અમદાવાદ જિલ્લામાં રસીકરણનું કામ ગોળક ગતિએ ચાલી રહ્યું છે. જિલ્લામાં અત્યારે રોજ 5500 લોકોને જ રસી આપવામાં આવી રહી છે.

Top Stories
ram bharose rasikrn ત્રીજી લહેર પહેલા કઈ રીતે મળશે સૌને રસી, રસીનું કામ ચાલે છે ગોકળ ગાયની ગતિએ

અમદાવાદ જિલ્લામાં હાલ અત્યત મંદ ગતિએ વેક્સિનેસન ચાલી રહ્યું છે. જેથી કોરોનાની ત્રીજી લહેર પહેલા કઈ રીતે તમામ લોકોનું રસીકરણ થઈ શક્શે તે એક મોટો સવાલ છે. જે રીતે રસીકરણનું કામ ચાલી રહ્યું છે તે મુજબ રસીકરણ પૂર્ણ થતા 5 મહિના જેટલો સમય લાગી શકે છે.

રોજ માત્ર અપાય છે 5500 લોકોને રસી

કોરોની ત્રીજી લહેર આવે તેવી શક્યાત વર્તાઈ રહી છે. તેમ છતા પણ અમદાવાદ જિલ્લામાં રસીકરણનું કામ ગોળક ગતિએ ચાલી રહ્યું છે. જિલ્લામાં અત્યારે રોજ 5500 લોકોને જ રસી આપવામાં આવી રહી છે.  જેમાટે 55 બુથ ઉભા કરવામાં આવ્યાં છે.  જે ગતીએ રસીકરણનું કામ ચાલી રહ્યું તે મુજબ લાગે છે કે જિલ્લામાં સંપૂર્ણ રસીકરણ થતા 5 મહિના લાગશે.

rasikarn ત્રીજી લહેર પહેલા કઈ રીતે મળશે સૌને રસી, રસીનું કામ ચાલે છે ગોકળ ગાયની ગતિએ

જિલ્લામાં પહેલા રોજ 10 હજાર લોકોને રસી આપવામાં આવતી હતી.  પરતું હવે તેમા પણ 50 ટકાનો ઘટાડો થઈ ગયો છે. રસીનો સ્ટોક ઓછો હોવાના કારણે તંત્ર પણ રસીકરણનું કામ કરી શકતું નથી. પ્લસ લોકોની વાત કરીએ તો 11 લાખ 35 હજારની વસ્તીમાં 6.78 લાખ લોકોને રસી આપવામાં આવી છે.

rasikaran 1 ત્રીજી લહેર પહેલા કઈ રીતે મળશે સૌને રસી, રસીનું કામ ચાલે છે ગોકળ ગાયની ગતિએ

આમ સરકાર એક તરફ કહી રહી છે કે દવાઈ ભી ઓર કડાઈ ભી પરંતુ જો દવા જ ના હોય તો કેવી રીતે દવા લેવી. સરકાર એ પણ દાવો કરી રહી છે કે ત્રીજી લહેર માટે સજ્જ છે પરંતુ લોકોને વેક્સીન જ નહિ મળે અથવા તો આમ મંદ ગતિએ કામ ચાલશે તો કેવી રીતે ત્રીજી લહેર સામે ટકી શકાશે એ મોટો સવાલ છે.