Not Set/ નિર્ભયા કેસ/ ક્યારે કહ્યું દિલ્હી કોર્ટે પીડિતાની માતાને આવું કે “અમે તમને સાંભળવા જ છીએ. પરંતુ કાયદાથી બંધાયેલા પણ છીએ”

દિલ્હી ગેંગરેપ2012ની પીડિતની માતાને અદાલતે કહ્યું હતું કે, તમારી સાથે સંપૂર્ણ સહાનુભૂતિ છે. અમે જાણીએ છીએ કે કોઈ મૃત્યુ પામ્યું છે, પરંતુ તેમના (દોષિતો)ના અધિકારો પણ છે. અમે તમને સાંભળવા જ અહીં આવ્યા છીએ. પરંતુ કાયદા દ્વારા પણ બંધાયેલા છીએ……આ વાક્યો છે દિલ્હીની પટીયાલા હાઉસ કોર્ટનાં. કોર્ટ દ્વારા આ વાત ત્યારે કહેવામાં આવી હતી જ્યારે […]

Top Stories India
nirbhayas mother નિર્ભયા કેસ/ ક્યારે કહ્યું દિલ્હી કોર્ટે પીડિતાની માતાને આવું કે "અમે તમને સાંભળવા જ છીએ. પરંતુ કાયદાથી બંધાયેલા પણ છીએ"

દિલ્હી ગેંગરેપ2012ની પીડિતની માતાને અદાલતે કહ્યું હતું કે, તમારી સાથે સંપૂર્ણ સહાનુભૂતિ છે. અમે જાણીએ છીએ કે કોઈ મૃત્યુ પામ્યું છે, પરંતુ તેમના (દોષિતો)ના અધિકારો પણ છે. અમે તમને સાંભળવા જ અહીં આવ્યા છીએ. પરંતુ કાયદા દ્વારા પણ બંધાયેલા છીએ……આ વાક્યો છે દિલ્હીની પટીયાલા હાઉસ કોર્ટનાં. કોર્ટ દ્વારા આ વાત ત્યારે કહેવામાં આવી હતી જ્યારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં 2012 ગેંગરેપ પીડિતની માતા આશા દેવી તૂટી પડ્યા હતા અને રડી પડ્યા હતા.

2012 દિલ્હી ગેંગરેપ પીડિતાની માતા આશા દેવી દ્વારા, કોર્ટે સુનાવણી આગામી 7 જાન્યુઆરીએ રખાતા, કહેવામાં આવ્યું છે કે, અદાલતે  દોષિતોને ઉપાય શોધવા માટે સમય આપ્યો છે. કોર્ટ ફક્ત દોષિતો હક જોઈ રહી છે, અમારો નહીં. સુનાવણીની આગામી તારીખે પણ ફાંસી વોરંટનો ચુકાદો આપવામાં આવશે તેની કોઈ ગેરેંટી નથી.

આપને જણાવી દઇએ કે, દિલ્હી કોર્ટ દ્વારા તિહાર જેલના અધિકારીઓને નિર્દેશ આપતા જણાવ્યુ હતું કે, દોષિતો દયાની અરજી દાખલ કરવા માંગે છે કે નહીં. કોર્ટે દોષિતોને એક સપ્તાહનો સમય આપતી નવી નોટિસ પાઠવવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટ દ્વારા આ મામલે આગામી સુનાવણીની 7 મી જાન્યુઆરી રાખવામાં આવી હતી.

કોર્ટ દ્વારા આ હુકમ ત્યારે કરવામાં આવ્યો જ્યારે દિલ્હી ગેંગરેપ 2012ની પીડિતાના માતા-પિતા દ્વારા મૃત્યુદંડની સજા કરનારા દોષિતોને તાત્કાલિક ફાંસીનાં અમલની માંગણી કરતી દલીલ કોર્ટમાં કરવામાં આવી હતી. સાથે સાથે સરકારી વકીલે દિલ્હી કોર્ટમાં દલીલ કરી હતી કે દોષિતો દયાની અરજી દાખલ કરવા માંગે છે, તે હકીકત કોર્ટને મૃત્યુ વોરંટ જારી કરવામાંથી બાધ્ય નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.