Not Set/ ભારતીય ખેલાડી વિજય શંકર ઈજાનાં કારણે થયો બહાર, ટીમમાં જોડાઇ શકે છે મયંક અગ્રવાલ

બર્મિંઘમનાં એજબેસ્ટનમાં ઈંગ્લેન્ડની વિરુદ્ધ મેચ પહેલા પગની આંગળીમાં ઈજા થયા બાદ ભારતીય ખેલાડી વિજય શંકર કથિત રીતે આઈસીસી વિશ્વકપ 2019થી બહાર થઇ ગયો છે. વિજય શંકરની જગ્યાએ મધ્યમક્રમનો બેટ્સમેન મયંક અગ્રવાલ ટીમ ઈંન્ડિયાનો હિસ્સો બની શકે છે. મયંક અગ્રવાલે ભારત માટે ટેસ્ટ મેચમાં ભાગ લઇ ચુક્યો છે. સુત્રોનાં જણાવ્યા મુજબ મયંક અગ્રવાલને ભારતીય ક્રિકેટ બોર્ડે […]

Top Stories Sports
vijaya shankar ભારતીય ખેલાડી વિજય શંકર ઈજાનાં કારણે થયો બહાર, ટીમમાં જોડાઇ શકે છે મયંક અગ્રવાલ

બર્મિંઘમનાં એજબેસ્ટનમાં ઈંગ્લેન્ડની વિરુદ્ધ મેચ પહેલા પગની આંગળીમાં ઈજા થયા બાદ ભારતીય ખેલાડી વિજય શંકર કથિત રીતે આઈસીસી વિશ્વકપ 2019થી બહાર થઇ ગયો છે. વિજય શંકરની જગ્યાએ મધ્યમક્રમનો બેટ્સમેન મયંક અગ્રવાલ ટીમ ઈંન્ડિયાનો હિસ્સો બની શકે છે. મયંક અગ્રવાલે ભારત માટે ટેસ્ટ મેચમાં ભાગ લઇ ચુક્યો છે. સુત્રોનાં જણાવ્યા મુજબ મયંક અગ્રવાલને ભારતીય ક્રિકેટ બોર્ડે બાંગ્લાદેશ વિરુદ્ધ રમાવવાની મેચ પહેલા બોલાવવામાં આવ્યો છે, જેથી ટીમને તુરંત પ્રભાવથી ટીમમાં સમાવી શકાય.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

આપને જણાવી દઇએ કે, 28 વર્ષીય કર્નાટકનો ઓપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલ હજુ સુધી એક પણ વનડે મેચ રમ્યો નથી. બીસીસીઆઈનાં એક વરિષ્ઠ અધિકારીએ પીટીઆઈને જણાવ્યુ કે, વિજય શંકર એકવાર ફરી જસપ્રિત બુમરાહનાં બોલ પર એલબીડબ્લ્યૂ થઇ ગયો છે. તેની સ્થિતિ હાલમાં બરાબર નથી હોવાનું પણ તેમણે જણાવ્યુ. તેટલુ જ નહી તેમણે વધુમાં કહ્યુ કે, તે હવે ટૂર્નામેન્ટમાં ભાગ લઇ શકશે નહી. તે ઘરે પાછા જઇ રહ્યા છે.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

મયંક અગ્રવાલ જો ટીમમાં આવે છે તો તે ઓપનિંગ બેટ્સમેન તરીકે તમને જોવા મળી શકે છે. આ સ્થિતિમાં કે એલ રાહુલ તમને ચોથા નંબરે જોવા મળી શકે છે. આશા છે કે મયંક અગ્રવાલનું નામ આઇસીસીની ટેકનિકલ તકનીકી સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવશે. ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે જે મેદાન પર હાર્યુ હતુ તે જ મેદાન પર મંગળવારે ટીમ ઈંન્ડિયા બાંગ્લાદેશ વિરુદ્ધ ઉતરશે.

ઉલ્લેખનીય છે કે, વિજય શંકરે વિશ્વકપ 2019માં કુલ ત્રણ મેચોમાં ભાગ લીધો છે અને 29ની એવરેજથી તેણે 58 રન બનાવ્યા હતા. સાથે તેણે મેનચેસ્ટરનાં ઓલ્ડ ટ્રેફર્ડમાં પાકિસ્તાનની મેચમાં બે મહત્વપૂર્ણ વિકેટ લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.