Not Set/ આ વખતે રથયાત્રામાં હાથીઓની સંખ્યા ઓછી જોવા મળશે,અહીં જાણો કારણ

અમદાવાદ, અમદાવાદમાં 4 જુલાઇ નીકળી રહેલ ભગવાન જગન્નાથની રથયાત્રાની શાન ગણાતા હાથીઓની સંખ્યા ઓછી હશે.જગન્નાથની રથયાત્રામાં  હાથીઓને ભગવાન ગણેશનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેઓ યાત્રાનું નેતૃત્વ કરે છે. જો કે આ વખતની રથયાત્રામાં હાથીઓની સંખ્યા ઓછી હશે. સામાન્ય રીતે રથયાત્રામાં 18 હાથી હોય છે પરંતુ આ વર્ષે બે હાથી ઓછા હશે. જગન્નાથજી મંદિર ટ્રસ્ટના […]

Top Stories Ahmedabad Gujarat
aae 5 આ વખતે રથયાત્રામાં હાથીઓની સંખ્યા ઓછી જોવા મળશે,અહીં જાણો કારણ

અમદાવાદ,

અમદાવાદમાં 4 જુલાઇ નીકળી રહેલ ભગવાન જગન્નાથની રથયાત્રાની શાન ગણાતા હાથીઓની સંખ્યા ઓછી હશે.જગન્નાથની રથયાત્રામાં  હાથીઓને ભગવાન ગણેશનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેઓ યાત્રાનું નેતૃત્વ કરે છે.

જો કે આ વખતની રથયાત્રામાં હાથીઓની સંખ્યા ઓછી હશે. સામાન્ય રીતે રથયાત્રામાં 18 હાથી હોય છે પરંતુ આ વર્ષે બે હાથી ઓછા હશે. જગન્નાથજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું કે બે માદા અને બે નર હાથી આ વખતે રથયાત્રાનો ભાગ નહીં હોય.રથયાત્રામાં ભાગ લેતા ત્રણ ગજરાજ ગયા વર્ષે મૃત્યુ પામ્યા જ્યારે અન્ય એકની ઉંમર વધુ હોવાથી બીમાર છે.એટલે આ વર્ષે યાત્રામાં હાથીઓની સંખ્યા ઓછી હશે.

રથયાત્રામાં હાથીઓની સંખ્યા પુરી કરવા મંદિરના ટ્રસ્ટીઓએ આસામના વન વિભાગ પાસે 4 હાથી માગ્યા હતા પરંતુ વાઈલ્ડલાઈફ એક્ટિવિસ્ટોએ વિરોધ કરતાં વિવાદ ઊભો થયો. આખરે આસામથી હાથી લાવવાના નિર્ણય પર રોક લગાવાઈ.

આ વખતની રથયાત્રામાં 16 જેટલા હાથીઓ યાત્રાની શોભા વધારશે.જો કે રથયાત્રાના આગલા દિવસે આ આંકડો વધી શકે છે.

 લગભગ 16 હાથી ભાગ લેશે. માત્ર મંદિરના હાથી જ નહીં રથયાત્રામાં ભાગ લેતા અખાડા પણ પોતાના હાથી લઈને આવશે. જણાવી દઈએ કે, આસામના એક ધારાસભ્યએ હાથીના ટ્રાન્સફરનો વિરોધ કરીને આ મુદ્દે કેંદ્ર સરકારના હસ્તક્ષેપની માગ કરી હતી. મંદિરના સત્તાધિશોનું કહેવું છે કે, તેમને વિશ્વાસ છે કે હાથી લાવવાની મંજૂરી ચોક્કસ મળશે. ભલે મોડી મળે પણ હાથી આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.