ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જંગલી ઈયળોનાં ઝુંડનાં ઝુંડ ખેતરો તરફથી ગામડા તરફ પ્રયાણ કરી, ગામડા પર હુમલો કરી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. ધારી તાલુકાનાં ગીર જંગલના સરહદી ગામો દલખાણીયા, મીઠાપુર, ગોવિદપુર વિગેરેને ઈયળોએ ચો-તરફે ઘેરી લીધા છે અને હવે આ ઇયળો ગામોમાં પ્રવેશી ગઇ છે. ગામની શેરી ગલી, ઘર ,વાળામાં ઉયળો ઉભરાતા ગ્રામજનો પરેશાન થઇ ગયા છે. ઇયળોનો ઉપદ્રવ એટલો તો તેજ છે કે દવા છટકાવ કે અન્ય ઉપાયો પણ ઈયળો પર કારગત નથી નિવડી રહ્યા. ગામમાં તો ઠીક છે પરંતુ લોકોનાં ઘર અને રસોડા સહિતના વિસ્તારોમાં ઈયલોનું સામ્રાજ્ય છવાઇ જતા લોકો પોતાનાં ઘર છોડી બહાર નીકળી રહયા છે. ગામનાં લોકો દ્રારા ઇયળનાં ઉપદ્રવને પગલે લોકો દ્રારા તંત્રને રજુઆત પણ કરવામા આવી હતી, પરંતુ તંત્ર ઇયળો સામે જાણે વામણું પુરવાર થયું હોય તોવું લાગી રહ્યું છે.
વિગત વાર વાત કરવામા આવે તો, અમરેલી જિલ્લાનું એક એવું ગામ કે જે દર ચોમાસે અનોખી સમસ્યાથી પીડાય છે. આ ગામ છે ધારી તાલુકાનું દલખાણીયા. આ ગામમાં કર્યો છે “ઈયળોએ એટેક” ખેતરો તરફથી ચાલી આવતી ઈયળોએ આખા ગામને ઘેરી લીધું છે. શેરીઓ-ગલીઓ દીવાલો અને ધરોમાં પણ ઈયળોનું સામ્રાજ્ય હોવાથી આખા ગામને ઇયળોએ બાનમા લિધું છે. જ્યાં-જુઓ ત્યાં ઈયળોજ-ઈયળો. દલખાણીયા ગામની માટે ઇયળો માથાના દુખાવા સમાન સમસ્યા બની ગઇ છે. જંગલી ઈયળો ખેતરો તરફ થી ગામ તરફ કૂચ કરી રહી છે. અને આખા ગામમાં ફેલાઈ ગઈ છે.
ગામ પર જાણે આ જંગલી ઈયળોએ હલ્લાબોલ કર્યો હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. ક્યાંક દિવાલ ઉપર ચડી રહી છે તો ક્યાંક ઘરની ઓસરીમાં આ ઉપરાન્ત મંદિરો પણ આ ઈયળો જોવા મળે છે અને આ ઈયળો ગામના નાના મોટા તમામ નાગરિકો માટે માથાના દુખાવા સમાન સમસ્યા બની રહી છે જ્યાં જુઓ ત્યાં બસ આ ઈયળોનું ઝુંડ નજરે પડે છે. ગામની મહિલાઓ આખો દિવસ સાવરણી વડે ઈયલોને દૂર કરતી જોવા મળે છે. તો પુરુષો દવાનો છંટકાવ કરી ઈયળોને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે છેલ્લા આઠ દિવસથી આ ગામમાં આ સમસ્યા ને દુર કરવા અનેક પ્રયત્નો કરવા છતાં તેનું નિરાકરણ નથી આવ્યું.
છેલ્લા દસ દિવસથી દલખાણીયા અને આસપાસના ગામોને બાનમાં લઈ ને લોકોને ઘર છોડી જવા મજબૂર કર્યા છે આ ગામેથી કેટલાય લોકો ઘરને તાળા મારી દૂર પોતાના સગા સંબંધીને ત્યાં ચાલ્યા ગયા છે આ બાબતે ગ્રામજનોએ તંત્રને રજૂઆતો કરી છે પરંતુ તંત્ર પણ ઈયલોને દુર કરવામા ક્યાંકને ક્યાંક વામણું પુરવાર થઈ રહ્યું છે આ જંગલી ઈયળો દલખાણીયા સહિતના આસપાસના ગામડાઓમાં પણ પોતાનું સામ્રાજ્ય જમાવી ચૂકી છે ત્યારે લોકો ઇચ્છી રહ્યા છે કે આ ઈયળો કાયમી દૂર થાય અને ગ્રામજનો હાશકારો અનુભવે.
એક ઈચથી બે ઇંચ સુધીની નાની અને મોટી સાઇઝની દેખાતી ઈયળોને દૂર કરવા પુરુષોએ પણ હવે કવાલી ભાગ ધરી છે. કોઈ પોતાના ઘરની આસપાસ દવાનો છંટકાવ કરે છે તો કોઈ મકાન સામે આગ લગાડી આડ્સ કરે છે. તો કોઈ ખેડૂત દવા છાંટવાના પંપ થી દવાનો છંટકાવ કરી ઈયળો નો નાશ કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ આ ત્રાસમાંથી હજુ સુધી લોકો મુક્ત નથી થયા વાવાઝોડું કે વરસાદ હોય તો ઘરમાં બેસીને સલામતી અનુભવાય પરંતુ આ ઈયળો તો નથી જમવા દેતી કે નથી સૂવા દેતી રાત્રે સૂતી વખતે કાનમાં રૂ ભરાવીને સૂવું પડે છે. જાયે તો કહા જાયે જેવી સ્થિતિનું નિર્માણ અહીં દેખાઈ રહ્યું છે. દલખાણીયા ગામે આ અનોખી અને વિચિત્ર સમસ્યા જોવા મળી છે. ત્યારે સરકારી તંત્ર આ ઈયલોના ત્રાસમાંથી ક્યારે મુક્ત કરશે તે જોવાનું રહ્યુ.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.