ગમખ્વાર અકસ્માત/ ઉત્તરપ્રદેશના બાંદામાં કારે ઓટોને ટક્કર મારતાં 6 લોકોના મોત,7ની હાલત ગંભીર

ઉત્તર પ્રદેશના બાંદામાં એક SUV કાર અને ઓટો વચ્ચે ટક્કર થઈ. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે, જ્યારે 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

Top Stories India
5 40 ઉત્તરપ્રદેશના બાંદામાં કારે ઓટોને ટક્કર મારતાં 6 લોકોના મોત,7ની હાલત ગંભીર

ઉત્તર પ્રદેશના બાંદામાં એક SUV કાર અને ઓટો વચ્ચે ટક્કર થઈ. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે, જ્યારે 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત એટલો ભયંકર હતો કે પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. કેટલાક મૃતદેહો ઓટોમાં ફસાઈ ગયા હતા, જેને ભારે મુશ્કેલીથી બહાર કાઢવામાં આવ્યા હતા. શુક્રવારે સાંજે બાંદાના ગીરવાન બસ સ્ટેન્ડ પાસે ઓટો અને ઈનોવા વચ્ચે આ ટક્કર થઈ હતી, જેમાં ઓટોમાં સવાર અડધો ડઝન મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘાયલો પૈકી બેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. મૃતકોમાં સાત અને 10 વર્ષના બે બાળકો પણ સામેલ છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે ટક્કર એટલી જોરદાર હતી કે ઘટના બાદ બંને વાહનો ઉડી ગયા હતા. મૃતકોના મૃતદેહો વાહનોમાં ફસાઈ ગયા હતા, જેમને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું. અધિકારીઓના જણાવ્યા અનુસાર ઈનોવા અને ઓટો વચ્ચે સીધી ટક્કર થઈ હતી. ડ્રાઈવર ઘટનાસ્થળેથી નાસી ગયો હતો, જે બાદમાં પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે અને ઘાયલોને મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા છે.