Not Set/ HDFC બેંકના એસીમાં રીપેરિંગ કામ દરમ્યાન થયો બ્લાસ્ટ, ત્રણ લોકો ઘવાયા

ભરૂચ, ભરૂચના લિંક રોડ પર આવેલ HDFC બેંકમાં એસી રીપેરીંગ કામ દરમિયાન બ્લાસ્ટ થતા એક સમયે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તેમજ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. બનાવ અંગેની મળતી માહિતી મુજબ આજ રોજ બપોરના સમયે ભરૂચના લિંક રોડ પર આવેલ HDFC બેંકના બીજા માળે એસી રીપેરીંગના કામકાજ દરમિયાન અચાનક બ્લાસ્ટ થતા ભારે અફરાતફરીનો માહોલ […]

Top Stories Gujarat Others
brc ac blast HDFC બેંકના એસીમાં રીપેરિંગ કામ દરમ્યાન થયો બ્લાસ્ટ, ત્રણ લોકો ઘવાયા

ભરૂચ,

ભરૂચના લિંક રોડ પર આવેલ HDFC બેંકમાં એસી રીપેરીંગ કામ દરમિયાન બ્લાસ્ટ થતા એક સમયે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તેમજ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા હતા.

બનાવ અંગેની મળતી માહિતી મુજબ આજ રોજ બપોરના સમયે ભરૂચના લિંક રોડ પર આવેલ HDFC બેંકના બીજા માળે એસી રીપેરીંગના કામકાજ દરમિયાન અચાનક બ્લાસ્ટ થતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

એસીના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટના કારણે ત્રણ જેટલા લોકો ઘાયલ થયા હતા. જેમાં એકની હાલત નાજુક જણાતી હતી અને ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે બીજી તરફ બ્લાસ્ટના કારણે બેન્કમાં ખાતેદારો અને કર્મચારીઓમાં ભય સાથે અફરાતફરીનો માહોલ સર્જાતા લોકો બેન્ક બહાર દોડી આવ્યા હતા.

બેન્કમાં અચાનક બનેલી ઘટનાના કારણે એક સમયે લોકોના જીવ તાળવે ચોટયા હતા. તેમજ બ્લાસ્ટ દરમિયાન બેન્કમાં કાંચ પણ ફૂટ્યા હતા અને થોડા સમય માટે બેન્કમાં કામકાજ ઉપર પણ અસર જોવા મળી હતી.