દુર્ઘટના/ સુરત જિલ્લામાં કાર પલટી, બે યુવકોના મોત

સુરત જિલ્લામાં આજે ગમખ્વાર અકસ્માત સર્જાતાં બે યુવકોના કરૂણ મોત નિપજ્યાં હતા. બંને યુવકો કારમાં સવાર હતા ત્યારે કારનું બેલેન્સ ન જડવાતા સીધી નાળામાં જઈને ખાબકી હતી. જેમાં બંને યુવકોના મોત નીપજી જતાં તેમના ઘરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. સુરત જિલ્લાના કોસમાડી ખાતે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક કાર પલટી મારી નાળામાં […]

Gujarat Surat
Road accident site 176c6bba10d large સુરત જિલ્લામાં કાર પલટી, બે યુવકોના મોત

સુરત જિલ્લામાં આજે ગમખ્વાર અકસ્માત સર્જાતાં બે યુવકોના કરૂણ મોત નિપજ્યાં હતા. બંને યુવકો કારમાં સવાર હતા ત્યારે કારનું બેલેન્સ ન જડવાતા સીધી નાળામાં જઈને ખાબકી હતી. જેમાં બંને યુવકોના મોત નીપજી જતાં તેમના ઘરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

સુરત જિલ્લાના કોસમાડી ખાતે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક કાર પલટી મારી નાળામાં ખાબકી હતી. જેથી કારમાં સવાર ત્રણ પૈકી બેના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે એકની હાલત ગંભીર છે.અકસ્માત બાદ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતાં. બીજી તરફ પોલીસને સમગ્ર અકસ્માતની જાણ કરવામાં આવતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. કારમાં સવાર બે યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. લોકોએ બાદમાં મૃતદેહોને બહાર કાઢવાની સાથે સાથે કારને નાળામાંથી બહાર કાઢવા કોશિષ કરી હતી.