Not Set/ ગુજરાત પોલીસમાં 1382 ભરતીની કરાઈ જાહેરાત, 16મી માર્ચથી કરી શકાશે ઓનલાઈન અરજી

ગુજરાત પોલીસ દળમાં 1,382 પોલીસ કર્મીઓની ભરતીની જાહેરાત કરવામાં આવી છે.. મહત્વનું છે કે ગુજરાત પોલીસ દળમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની બિન હથીયારી તેમજ હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને ઇન્ટેલિજન્સ ઓફિસરની ભરતીઓ બહાર પડી છે… રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરાતમાં કુલ 1,382 જગ્યાઓની ભરતીની જાહેરાત કરાઇ છે.. જેમાં બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટરની 202 ખાલી જગ્યાઓ, બિન હથિયારી પોલીસ […]

Ahmedabad Gujarat
Gujarat Police Logo ગુજરાત પોલીસમાં 1382 ભરતીની કરાઈ જાહેરાત, 16મી માર્ચથી કરી શકાશે ઓનલાઈન અરજી

ગુજરાત પોલીસ દળમાં 1,382 પોલીસ કર્મીઓની ભરતીની જાહેરાત કરવામાં આવી છે.. મહત્વનું છે કે ગુજરાત પોલીસ દળમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની બિન હથીયારી તેમજ હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને ઇન્ટેલિજન્સ ઓફિસરની ભરતીઓ બહાર પડી છે…

રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરાતમાં કુલ 1,382 જગ્યાઓની ભરતીની જાહેરાત કરાઇ છે.. જેમાં બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટરની 202 ખાલી જગ્યાઓ, બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલાની 98 જગ્યાઓ, હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષની 72 જગ્યાઓ, ઇન્ટેલિજન્સ ઓફિસર પુરુષની 18 જગ્યાઓ, ઈન્ટેલિજન્ટ ઓફિસર મહિલાની 9 જગ્યાઓ, બિન હથીયારી મદદનીશ સબ ઇન્સ્પેક્ટર પુરુષની 659 જગ્યાઓ તેમજ બિન હથીયારી મદદનીશ સબ ઇન્સ્પેક્ટર મહિલાની 324 એમ કુલ મળીને 1,382 જગ્યાઓની સીધી ભરતીની જાહેરાત કરાઇ છે…

WhatsApp Image 2021 03 12 at 9.42.03 PM ગુજરાત પોલીસમાં 1382 ભરતીની કરાઈ જાહેરાત, 16મી માર્ચથી કરી શકાશે ઓનલાઈન અરજી

પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરતી બોર્ડની તમામ સૂચનાઓ ૧૬ માર્ચ 2020 થી વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે અને ૧૬મી માર્ચથી 31મી માર્ચ સુધી પોલીસ ભરતીની જાહેરાતના પેજ પર જઈને ઓનલાઈન અરજી કરી શકાશે.