વડોદરા/ વાહન ચોરીનો વિચિત્ર કિસ્સો, જાણો કેવી રીતે ઝડપાયો દુબઈ રિટર્ન આરોપી

આજકાલ લોકો આર્થિક સંકડામણ દૂર કરવા અવનવી તરકીબો અપનાવતા હોય છે નોકરી માટે સેકડો ઓફિસો ના ધક્કા ખાતા હોય છે ત્યારે શહેરના એક ઈસમને નોકરી ન મળતાં અપનાવ્યો એવો રસ્તો કે થઈ ગયો જેલ હવાલે.કોણ છે આ ઈસમ અને કેવી રીતે આપતો ચોરી ને અંજામ જોઈએ આ ખાસ રિપોર્ટ…..

Gujarat Vadodara
વાહન ચોરીનો

વડોદરામાં વાહન ચોરીનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. સમગ્ર મામલે એક્ટિવા ફેરવવાનો સોખીન રાજુ મોતિયા નામનો શખ્સ અલગ અલગ વાહનોની ચોરી કરતો હતો અને એકટીવા ફેરવ્યા બાદ ડેક્કીમાંથી જે મળે તે લઈને અવાવરું જગ્યા પર એક્ટિવા પાર્ક કરી ફરાર થઈ જતો હતો. આવી રીતે આ શખ્સે 14 જેટલા એકટીવાની ચોરી કરી હતી. બે દિવસ અગાઉ જેતલપુર બ્રિજ પાસે ચોરી કરેલી એક્ટિવા પાર્ક કરતી વખતે પોલીસ ત્યાં પહોંચી જતાં રાજુ મોતિયા નામનાં શખ્સની કરતૂતનો ભાંડો ફૂટ્યો હતો. ઉલ્લેખનીય છે કે, 9 ભાષાનો જાણકાર રાજુ મોતિયા દુબઈ રીટર્ન છે અને વર્ષ 2013 અને વર્ષ 2015 માં આ મુજબની વાહન ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે અને પાસાનાં ગુના હેઠળ જેલમાં જઇ ચૂક્યો છે. પોલીસે રાજુ પાસેથી 14 મોપેડ જપ્ત કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે.

પકડાયેલ આ ઈસમ કોઈ સામાન્ય વ્યક્તિ નથી આ છે દુબઈ રિટર્ન વાહનચોર.જે 9 કરતા પણ વધારે ભાષાઓ નો જાણકાર છે,પેહલા તો આ ઈસમ નોકરી માટે આમતેમ ભટક્યો નસીબ અજમાવવા વિદેશ પણ જઈ આવ્યો પરંતુ એક પણ કામ માં સફળતા ન મળતાં શરૂ કરી દીધું એવું કામ કે જેલના સળિયા ગણતો થઈ ગયો.વડોદરા શહેર નો અત્યંત વ્યસ્ત ગણાતો સયાજીગંજ વિસ્તાર કે જ્યાં રેલવે સ્ટેશન, એસટી ડેપો તેમજ એમ એસ યુનિવર્સિટી આવેલી છે.અહી સેકડો લોકો પોતાના કામ અર્થે આવતા હોય છે તેવામાં છેલ્લા ઘણા દિવસો થી અચાનક વાહનો ચોરી થવાની ફરિયાદો નું પ્રમાણ વધવા લાગ્યું જેથી સયાજીગંજ પોલીસે ફરિયાદો ના આધારે અંગત બાતમીદારો ને સક્રિય કર્યા.અને પછી મળી મોટી સફળતા.

પોલીસે ઝડપેલા ઈસમ નું નામ રાજુ મોતિયાની છે રાજુ પોતે આર્થિક રીતે નબળો અને વાહનો પર ફરવાનો શોખીન હોવાથી તેને વાહન ચોરી નો માર્ગ અપનાવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.પોલીસે ઝડપેલા આ ઈસમ ની પૂછપરછ માં તેને કબૂલાત કરી છે કે તે એક્ટિવા ફેરવવા નો સોખીન છે જેથી તેને એક બે નહીં પરંતુ 14 જેટલા એક્ટિવા ની ચોરી કરી હતી.સૌપ્રથમ તો રાજુ ડુપ્લીકેટ ચાવી વડે એક્ટિવા ની ચોરી કરતો આમતેમ ફરતો અને બાદમાં ડીક્કી માંથી જે કાઈ પણ મળે તે લઈને અવાવરું જગ્યા પર એક્ટિવા પાર્ક કરી ફરાર થઈ જતો અને વધુ એક વાહન ચોરી ની ઘટના ને અંજામ આપતો હતો.બે દિવસ અગાઉ જેતલપુર બ્રિજ પાસે ચોરી કરેલી એક્ટિવા પાર્ક કરતી વેળાએ જ પોલીસ પોહચી જતા રાજુ ની કરતૂત નો ભાંડો ફૂટી ગયો હતો.

મહત્વનું છે કે પોલીસે ઝડપેલા રાજુ મોતિયાની અગાઉ વર્ષ 2013 અને વર્ષ 2015 માં આજ પ્રમાણે ની વાહન ચોરી ના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે.એક વાર પાસામાં પણ જઈ આવ્યો છે.છતાં સુધારવાનું નામ ન લેતા તેના પરિવાર દ્વારા પર તિરસ્કાર કરવામાં આવ્યો હતો.હાલ સયાજીગંજ પોલીસે રાજુ પાસેથી 14 મોપેડ જપ્ત કર્યા છે ત્યારે આરોપી એ અન્ય કેટલી ચોરી ને અંજામ આપ્યો છે તેમજ ગુનામાં તેની સાથે અન્ય કોઈ સંકળાયેલું છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:રથયાત્રામાં રથોનું છે વિશેષ મહત્વ, અહીં જાણો ભગવાનના રથ વિશે જાણી-અજાણી વાતો

આ પણ વાંચો:સિવિલ હોસ્પિટલમાં ધારાસભ્યોને સી.આર.પાટીલે ઘેનના ઇન્જેક્શન અપાવડાવ્યા : આપનો આક્ષેપ

આ પણ વાંચો:આઠમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : ઐતિહાસિક અડાલજની વાવનાં પટાંગણમાં કરાયા આકર્ષક યોગાસનો