Not Set/ આઠ વિસ્તારોમાં રથયાત્રા પૂર્વે કર્ફ્યુ, પોલીસે બહાર પાડ્યું જાહેરનામું

રથયાત્રાના રુટમાં આવતા 8 પોલીસ સ્ટેશનનો વિસ્તાર કરફ્યૂમાં સામેલ કરાયો છે. આ કરફ્યૂ વાળા  વિસ્તારમાં વાહનોના અવરજવર પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકાયો છે. વાહનો માટે વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા જાહેરનામામાં જણાવાયુ છે.

Ahmedabad Gujarat
rathyatra 3 આઠ વિસ્તારોમાં રથયાત્રા પૂર્વે કર્ફ્યુ, પોલીસે બહાર પાડ્યું જાહેરનામું

કોરોનાકાળમાં અષાઢી બીજના દિવસે અમદાવાદમાં 144મી રથયાત્રા નીકળશે. કોરોનાની બીજી લહેરને કારણે આ વર્ષે રથયાત્રા માટે કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. સાથે જ કોરોનાને ધ્યાનમાં રાખીને આ રથયાત્રા નિયત સમયમાં જ પૂરી કરી દેવાશે. ક્યા-કયા સ્થળોએ રથયાત્રા દરમિયાન કર્ફયૂ લદાશે આવો જોઈએ.

rathyatra 4 આઠ વિસ્તારોમાં રથયાત્રા પૂર્વે કર્ફ્યુ, પોલીસે બહાર પાડ્યું જાહેરનામું

નિયમો સાથે નગરચર્યાએ નીકળશે જગતનો નાથ

144મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા

અષાઢી બીજના દિવસે 12મી જૂલાઇએ અમદાવાદ માં 144 મી રથયાત્રા  5થી 6 કલાકમાં પૂરી કરાશે.  જેને લઈને પોલીસ દ્વારા પ્લાનિંગ કરી દેવામાં આવ્યું છે. રથ મંદિરથી નીકળીને કેટલા સમયમાં મંદિરમાં પરત ફરવો જોઈએ તે વિશે સઘન આયોજન કરાયું છે. તે મુજબ રથ ખેંચનારા ખલાસીઓને સૂચના આપી દેવાઈ છે. તો બીજ તરફ, રથયાત્રાને પગલે પોલીસ કમિશનર દ્વારા બે જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે. રૂટ ડાયવર્ઝન અને નો પાર્કિંગ એવા બે અલગ અલગ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે. રથયાત્રાના રુટ પર ખાનગી વાહનોનું પાર્કિંગ નહિ થઈ શકે. રથયાત્રાના રુટમાં આવતા 8 પોલીસ સ્ટેશનનો વિસ્તાર કરફ્યૂમાં સામેલ કરાયો છે. આ કરફ્યૂ વાળા  વિસ્તારમાં વાહનોના અવરજવર પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકાયો છે. વાહનો માટે વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા જાહેરનામામાં જણાવાયુ છે.

rathyatra 2 1 આઠ વિસ્તારોમાં રથયાત્રા પૂર્વે કર્ફ્યુ, પોલીસે બહાર પાડ્યું જાહેરનામું

રથયાત્રા નિમિત્તે ગાયકવાડ હવેલી, ખાડીયા, કાલુપુર, શહેરકોટડા, માધુપુરા, દરીયાપુર, શાહપુર તથા કારંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર કરફ્યુગ્રસ્ત જાહેર કરાયો છે. જ્યાં તમામ પ્રકારના વાહનોના અવરજવર પર પ્રતિબંધ રહેશે. તેમજ સરદાર બ્રિજથી, ફુલબજારથી, જમાલપુર ચાર રસ્તા, એસટી સર્કલ, આસ્ટોડિયા દરવાજા, સારંગપુર સર્કલ, પોટલીયા ચાર રસ્તા, નિર્મલપુરા ચાર રસ્તા, મેમ્કો ચાર રસ્તા, અમદુપુરા બ્રિજ નીચે ત્રણ રસ્તા, ઈદગાહ સર્કલ, પ્રેમ દરવાજા, દિલ્હી દરવાજા, રાહત સર્કલ, ગાંધીબ્રિજ શંકરભુવન ઢાળ ટી, નહેરુબ્રિજ  રૂપાલી સિનેમા ત્રણ રસ્તા, એલિસબ્રિજ વિક્ટોરિયા ગાર્ડનથી ઉપર જણાવેલ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં પ્રવેશ કરી નહિ શકાશે.

rathyatra 5 આઠ વિસ્તારોમાં રથયાત્રા પૂર્વે કર્ફ્યુ, પોલીસે બહાર પાડ્યું જાહેરનામું

  • આ વિસ્તારોમાં લાગુ પડશે કર્ફ્યું 
  • ગાયકવાડ હવેલી, ખાડીયા, કાલુપુર
  • શહેરકોટડા, માધુપુરા, દરીયાપુર
  • શાહપુર તથા કારંજ પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં કર્ફ્યુ
  • સરદાર બ્રિજથી ફુલબજાર, જમાલપુર ચાર રસ્તા
  • એસટી સર્કલ, આસ્ટોડિયા દરવાજા
  • સારંગપુર સર્કલ, ઈદગાહ સર્કલ પ્રેમ દરવાદજા
  • દિલ્હી દરવાજા, રાહત સર્કલ
  • ગાંધીબ્રિજ શંકરભુવન ઢાળ, નહેરુ બ્રિજ
  • રૂપાલી સિનેમા, એલિસબ્રિજ, વિક્ટોરિયા ગાર્ડન