Not Set/ માટીના ભૂખ્યાં ભૂ-માફિયા, 5 હજાર ટ્રક જેટલી માટી ચોરી ગયા, મસમોટા ભ્રષ્ટાચારની આશંકા

ભરૂચ, ભરૂચ જિલ્લાના દયાદરા ગામે ભુ માફિયાઓએ હદ વટાવી છે. 5 હજાર ટ્રક જેટલી માટી ચોરી ગયા છતાં તંત્ર આ બાબતે આંખ આડા કાન કરી રહ્યાં હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી છે. માટી ખોદકામમાં સંડોવાયેલા સામે તપાસ થાય તેવી માંગ ગામલોકોએ કરી છે. ભરૂચ જિલ્લાનું દયાદરા ગામ, જ્યાં દિવસેને દિવસે ભુ માફિયાઓનો ત્રાસ વધી રહ્યો છે, […]

Top Stories Gujarat Others
vadodara reliance plant fire 3 માટીના ભૂખ્યાં ભૂ-માફિયા, 5 હજાર ટ્રક જેટલી માટી ચોરી ગયા, મસમોટા ભ્રષ્ટાચારની આશંકા

ભરૂચ,

ભરૂચ જિલ્લાના દયાદરા ગામે ભુ માફિયાઓએ હદ વટાવી છે. 5 હજાર ટ્રક જેટલી માટી ચોરી ગયા છતાં તંત્ર આ બાબતે આંખ આડા કાન કરી રહ્યાં હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી છે. માટી ખોદકામમાં સંડોવાયેલા સામે તપાસ થાય તેવી માંગ ગામલોકોએ કરી છે.

ભરૂચ જિલ્લાનું દયાદરા ગામ, જ્યાં દિવસેને દિવસે ભુ માફિયાઓનો ત્રાસ વધી રહ્યો છે, ગામની સીમમાં આવેલ એક સરકારી તલાવડીમાં ટાટા કંપની દ્વારા અધધ. અંદાજીત 5 હજાર ટ્રક જેટલી માટીનું ગેરકાયદેસર ખોદકામ કરી દેવામાં આવ્યું છે.

આ મામલે કેટલાક જાગૃત નાગરિક દ્વારા માટીના ગેરકાયદેસર ખોદકામની જાણ સરપંચને પણ કરવામાં આવી છે. પરંતુ માટી ખનનની વાતને તેમણે ધ્યાને લીધી નથી. કે આ બાબતને નજર અંદાજ કરવામાં આવી છે. ત્યારે માટી ખનનમાં એક મસ મોટા ભ્રષ્ટાચારની આશંકાઓ સેવાઈ રહી છે

દયાદરા ગામની સીમમાં સર્વે નંબર 536 થી એક તલાવડી આવેલી છે અને સર્વે નંબર 537 થી એક મસ્જિદનું ખેતર આવેલું છે જેમાં માટીનું ખોદકામ કરવામાં આવ્યુ છે.

આ બાબતની જાણ ભરૂચ ખાણ ખનીજને કરવામાં આવતા ખાણ ખનીજની ટીમ સ્થળ ઉપર આવીને તપાસ કરી હતી. તેઓ એક ટ્રક અને હિતાચી મશીનને સિઝ કર્યા હતા,પરંતુ આટલો મોટા કૌભાંડ અને સરકારને નુકસાન જેવી બાબતો હોવા છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી.

હજુ સુધી આરોપીઓ ઉપર  FIR ન થતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે, ગામ લોકોએ દયાદરાના સરપંચ ઉપર ભ્રષ્ટાચાર આચરાયા હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે, જો નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો ઘણું મોટું કૌભાંડ બહાર આવે એમ છે.