પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ઘટાડો થયો છે. છેલ્લાં 3 મહિનામાં આજે ડીઝલ સૌથી સસ્તું થયું છે જયારે પેટ્રોલ છેલ્લાં 8 મહિનામાં આજે સૌથી સસ્તું થયું છે. આજે પેટ્રોલનાં ભાવમાં ૩૩ પૈસાનો ઘટાડો થયો હતો. જયારે ડીઝલ 36 પૈસાનો ઘટાડો થયો હતો.
છેલ્લાં 6 અઠવાડિયાનાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવ પર નજર કરીએ તો પેટ્રોલના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો થયો છે અને ડીઝલનાં ભાવમાં 7 રૂપિયાનો ઘટાડો થયો છે.
આઠ મહિનામાં પહેલીવાર પેટ્રોલ 74 રૂપિયાની નીચે આવ્યું છે. એક લીટર પેટ્રોલનો ભાવ દિલ્લીમાં 73.24 રૂપિયા, મુંબઈમાં 78.80 રૂપિયા, બેંગ્લોરમાં 73.81 રૂપિયા છે
બીજી બાજુ ડીઝલનો ભાવ પ્રતિ લીટર મુંબઈમાં 71.૩૩ રૂપિયા, બેંગ્લોરમાં 68.48 રૂપિયા છે. 3 મહિનામાં આજે દિલ્લીમાં ડીઝલ સૌથી ઓછા ભાવે પહોચ્યું છે 68.13 રૂપિયા પ્રતિ લીટર.