નારાજગી/ અહેમદ પટેલની પુત્રી મુમતાઝ આ કારણથી નારાજ,રાહુલ ગાંધીનું નામ આપીને કહી આ મોટી વાત

લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસ આમ આદમી પાર્ટી (AAP) સાથે ગઠબંધન કરીને ગુજરાતની ભરૂચ સંસદીય બેઠક પરથી ચૂંટણી લડવાની યોજના બનાવી રહી છે

Top Stories India
1 7 અહેમદ પટેલની પુત્રી મુમતાઝ આ કારણથી નારાજ,રાહુલ ગાંધીનું નામ આપીને કહી આ મોટી વાત

લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી (AAP) સાથે ગઠબંધન કરીને ગુજરાતની ભરૂચ સંસદીય બેઠક પરથી ચૂંટણી લડવાની યોજના બનાવી રહી છે. સ્વ.અહેમદ પટેલની પુત્રી અને કોંગ્રેસના નેતા મુમતાઝ પટેલે સીટ શેરિંગ ફોર્મ્યુલા હેઠળ AAPને ભરૂચ સંસદીય બેઠક આપવાના સમાચાર પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ નિર્ણયથી લોકો નિરાશ થયા છે.

નોંધનીય છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ ભલે રહ્યાં નથી, પરંતુ તેમનો રાજકીય વારસો હજુ પણ કોંગ્રેસ પાસે છે. અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે લોકસભા ચૂંટણી 2024 પહેલા ગઠબંધનની ચાલી રહેલી કવાયત પર કહ્યું, ‘વાતચીત હજુ ચાલી રહી છે અને અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. અમને આશા હતી કે આ બેઠક કોંગ્રેસને મળશે.મુમતાઝે કહ્યું કે કોંગ્રેસ અને AAPની ટોચની નેતાગીરી બેઠકોની વહેંચણી અંગે વિચાર કરી રહી છે, પરંતુ જ્યારે ભરૂચ બેઠક AAPને આપવામાં આવી હોવાની માહિતી મળી ત્યારે લોકોમાં નિરાશાનું મોજુ ફરી વળ્યું હતું. કોંગ્રેસના સમર્થકો પણ દુઃખી થયા હતા.

તેમણે કહ્યું કે, અમે સાંભળ્યું છે કે રાહુલ ગાંધીએ ભરૂચ સીટ AAPને આપવા સામે વાંધો વ્યક્ત કર્યો છે. અમને આશા છે કે આ બેઠક કોંગ્રેસ પાસે રહેશે. પરંપરાગત રીતે તે કોંગ્રેસની બેઠક છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને AAP ગઠબંધન ઈચ્છે છે. AAP પણ કોંગ્રેસનું સમર્થન ઈચ્છે છે. તેથી બંને પક્ષો વચ્ચે વાતચીતનો રાઉન્ડ ચાલી રહ્યો છે.