Not Set/ આવતી કાલથી અમદાવાદમાં રાત્રી કરફ્યુ, કોરોનાએ ફરી માથું ઉચક્યું?

દિવાળીના તહેવારો  અને શિયાળાની ઋતુ શરૂ થતા કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ અમદાવાદમાં છે. ત્યારે AMC તંત્ર દ્વારા સંક્રમણને અટકાવવા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે

Top Stories Ahmedabad Gujarat
corona 1 આવતી કાલથી અમદાવાદમાં રાત્રી કરફ્યુ, કોરોનાએ ફરી માથું ઉચક્યું?
  • કોરોનાને લઇને AMCનો મોટો નિર્ણય
  • કેસ વધતા AMC આવી હરકતમાં
  • અમદાવાદમાં કોરોના થઈ રહ્યો છે બેકાબૂ
  • આવતી કાલથી રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ
  • કોરોનાને નાથવા AMC મોટો નિર્ણય
  • રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ

દિવાળીના તહેવારો  અને શિયાળાની ઋતુ શરૂ થતા કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ અમદાવાદમાં છે. ત્યારે AMC તંત્ર દ્વારા સંક્રમણને અટકાવવા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવતીકાલથી રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લગાવવામાં આવ્યું છે. તંત્ર દ્વારા સ્થિતિ લોકોની હરકતોને કાબૂમાં લેવા આ મહત્વનો નિણર્ય કરાયો છે. કોરોનાનાં કાળમાં પણ બેજવાબદાર રીતે બેદરકારીથી બહાર ફરતા લોકો સામે કડક વલણ દર્શાવાયું છે.

20 નવેમ્બરથી કરફ્યુ, નવી સુચના ન મળે ત્યાં સુધી લાગુ રહેશે – રાજીવ ગુપ્તા

અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર રાજીવ ગુપ્તાએ જણાવ્યું કે, શહેરમાં કોરોનાનું સંક્રમણ વધે તેવી ભીતી જોવામાં આવી રહી છે અને હોસ્પિટલો ફુલ થઇ રહી છે ત્યારે કોરોનાની સ્થિતિને પહોંચીવડવા અમદાવાદ શહેરના દર્દીઓ માટે અસારવા સિવિલમાં વધુ 400 બેડની વ્યવસ્થા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં પણ 400 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ શહેર માટે નવા 600 તબીબોની ફાળવણી કરવામાં આવી છે. અમદાવાદમાં 20 નવેમ્બરથી રાત્રે 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે. નવી સુચના ન મળે ત્યા સુધી કરફ્યુ લાગુ રહેશે.

જુઓ આ વીડિયો અહેવાલ…