Not Set/ 4 ઓક્ટોબરથી RBI વ્યાજ દરમાં 0.25%નો ઘટાડો કરી શકે છે..!!

દેશમાં આર્થિક પ્રવૃત્તિ અને ફુગાવાને લીધે મંદી વચ્ચે ભારતીય રિઝર્વ બેંક 4 ઓક્ટોબરે તેની દ્વિ-માસિક નાણાકીય સમીક્ષામાં નીતિગત વ્યાજદરમાં વધુ ઘટાડો કરી શકે છે. નાણાકીય સેવાઓ આપતી કંપની કંપની ગોલ્ડમેન સાક્સએ રજૂ કરેલા એક અહેવાલમાં આગાહી કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રિઝર્વ બેન્ક ઓક્ટોબર અને ડિસેમ્બર બંને સમયે પોતાની સમીક્ષામાં 0.25-0.25 ટકાનો ઘટાડો […]

Top Stories Business
rbi 4 ઓક્ટોબરથી RBI વ્યાજ દરમાં 0.25%નો ઘટાડો કરી શકે છે..!!

દેશમાં આર્થિક પ્રવૃત્તિ અને ફુગાવાને લીધે મંદી વચ્ચે ભારતીય રિઝર્વ બેંક 4 ઓક્ટોબરે તેની દ્વિ-માસિક નાણાકીય સમીક્ષામાં નીતિગત વ્યાજદરમાં વધુ ઘટાડો કરી શકે છે. નાણાકીય સેવાઓ આપતી કંપની કંપની ગોલ્ડમેન સાક્સએ રજૂ કરેલા એક અહેવાલમાં આગાહી કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રિઝર્વ બેન્ક ઓક્ટોબર અને ડિસેમ્બર બંને સમયે પોતાની સમીક્ષામાં 0.25-0.25 ટકાનો ઘટાડો કરી શકે છે. સરકાર રિઝર્વ બેન્ક પાસેથી 30 હજાર કરોડ રૂપિયાના વચગાળાના ડિવિડન્ડનો લાભ પણ લઈ શકે છે

વધુમાં તેને તેના અહેવાલમાં જણાવ્યુ હતું કે, “ધીમી આર્થિક પ્રવૃત્તિ, ફુગાવા અને નબળા વૈશ્વિક આર્થિક વિકાસ વચ્ચે વિશ્વભરની સેન્ટ્રલ બેંકો નરમ વલણ અપનાવી રહી છે.” અમે આશા રાખીએ છીએ કે રિઝર્વ બેંક તેની ઓક્ટોબરની નાણાકીય સમીક્ષામાં નીતિ વ્યાજના દરમાં ઘટાડો કરી શકે છે. તે પછી ડિસેમ્બરમાં પણ વ્યાજ દરમાં ઘટાડો થવાની સંભાવના છે.

વર્ષ 2019 માં, સેન્ટ્રલ બેંકે ચારેય નાણાકીય સમીક્ષાઓમાં નીતિ વ્યાજના દરમાં ઘટાડો કર્યો છે. બેંકની આગામી દ્વિ-માસિક નાણાકીય સમીક્ષા 4 ઓક્ટોબરે રજૂ થવાની છે. રિપોર્ટ અનુસાર ડિસેમ્બર સુધીમાં વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો થયા બાદ, બેંક આને અટકાવી શકે છે, કારણ કે તે પછી પણ મુખ્ય છૂટક ફુગાવા ચાર ટકાની રેન્જમાં રહેવાની સંભાવના છે. કેન્દ્ર સરકાર રિઝર્વ બેંક પાસેથી 30 હજાર કરોડ રૂપિયાના વચગાળાના ડિવિડન્ડ લઈ શકે છે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.