Not Set/ ઉત્તર ગુજરાતમાં લીલા દુષ્કાળની સ્થિતિ વચ્ચે પાકને ભારે નુકસાન, ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાયો

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં લીલા દુષ્કાળની સ્થિતિ વચ્ચે બનાસકાંઠા જિલ્લાનાં દિયોદર તાલુકામાં મગફળી, એરંડા, કપાસ, બાજરી જેવા અનેક પાકને ભારે નુકસાન થયું છે. ભારે વરસાદને કારણે ખેડૂતોને મોઢે આવેલો કોળિયો પણ છીનવાઈ ગયો છે, અને ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ગુજરાતમાં ટૂંકાગાળાની પાક કાપણી પર હોવાથી ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે છે. […]

Top Stories Gujarat Others
banaskantha ઉત્તર ગુજરાતમાં લીલા દુષ્કાળની સ્થિતિ વચ્ચે પાકને ભારે નુકસાન, ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાયો

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં લીલા દુષ્કાળની સ્થિતિ વચ્ચે બનાસકાંઠા જિલ્લાનાં દિયોદર તાલુકામાં મગફળી, એરંડા, કપાસ, બાજરી જેવા અનેક પાકને ભારે નુકસાન થયું છે. ભારે વરસાદને કારણે ખેડૂતોને મોઢે આવેલો કોળિયો પણ છીનવાઈ ગયો છે, અને ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

ગુજરાતમાં ટૂંકાગાળાની પાક કાપણી પર હોવાથી ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે છે. સતત વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. જેને પગલે પાક બળી જવાની પણ ભીતિ જોવા મળી રહી છે. ત્યારે બીજી બાજુ વાત કરીએ તો સતત વરસાદી માહોલ વચ્ચે નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. જેમાં દિયોદરમાં હાઈવે, મેઇન બજાર સહિતનાં વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સાથે જ ગ્રામીણ વિસ્તારોનાં ખેતરોમાં પાણી ભરાવાથી ખેડૂતોને ભારે નુકસાનની ભીતી સેવાઇ રહી છે.

આપને જણાવી દઇએ કે, હવામાન વિભાગની આગાહી અનુસાર બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું છે. છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક  વરસાદ નોંધાયો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાનાં દિયોદર ,ભાભર કાંકરેજ, સુઈગામ સહિત બનાસકાંઠાનાં તાલુકોઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વધુમાં હવામાન વિભાગે 3 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી કરી છે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click 

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.