Covid-19/ ઈઝરાયેલે ફરી જાહેર કર્યું લોકડાઉન, નવા સ્ટ્રેનના આટલા કેસ આવ્યા સામે

ઇઝરાયેલ માં કોરોના કેસમ માં વધારો જોવા મળતા આવતીકાલથી લોકડાઉન નો નિર્ણય લેવામાં આવ્યો છે.

Top Stories World
corona 123 1 ઈઝરાયેલે ફરી જાહેર કર્યું લોકડાઉન, નવા સ્ટ્રેનના આટલા કેસ આવ્યા સામે

વૈશ્વિક મહામારી કોરોનાએ વિશ્વ આખામાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે ઇઝરાયેલ માં કોરોના કેસમ માં વધારો જોવા મળતા આવતીકાલથી લોકડાઉન નો નિર્ણય લેવામાં આવ્યો છે. મંગળવારે રાત્રે મળેલી બેઠકમાં આ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે. બે સપ્તાહ માટે રાષ્ટ્ર વ્યાપી  સંપૂર્ણ લોકડાઉન રહેશે.

coronupdate / વિશ્વમાં 24 કલાકમાં 6.67 લાખ નવા કેસ, કુલ સંક્રમિતનો આંકડો 8…

ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલમાં કોરોનાના નવા સ્ટ્રેનના 30 કેસ સામે આવ્યા છે. અને રાષ્ટ્રપતિ નેતન્યાહૂએ ઈમરજન્સીની સ્થિતિ ગણાવી લોકડાઉન લાધ્યું છે.  વડા પ્રધાનની કચેરી અને આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર વધેલા કોરોના વાઈરસ ને ધ્યામાં રાખીને ઓછામાં ઓછા 14 દિવસ સુધી લોક્દૌન અમલીકૃત રહેશે.

UK / UKમાં નવો સ્ટ્રેન બન્યો મહાઆફત,24 કલાકમાં જ 60,900થી વધુ કેસ…

વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તેને COVID-19 સામે લડવા માટે લોક ડાઉન ને એક અંતિમ પ્રયાસ ગણાવ્યો છે. નોધનીય છે એ,  ઇઝરાઇલમાં રસીકરણ અભિયાન ચાલુ હોવા છતાય કોરોના ભયજનક રીતે ફેલાયો છે. રસીકરણમાં વિશ્વમાં અગ્રેસર રહેલા ઇઝરાયેલે મંગળવારે મોડી રાત સુધીમાં તેના 9.3 મિલિયન લોકોમાંથી આશરે 1.5 મિલિયન લોકોની ઇનોક્યુલેશન કરી હતી, જેમાં 60 + વય જૂથના લગભગ 55% લોકોનો સમાવેશ થાય છે.

Covid-19 / દેશમાં વધુ એક દિવસ કોરોના કંટ્રોલમાં,  છેલ્લાં 24 કલાકમાં મા…

વધુમાં, ઇઝરાઇલીઓ કે જેમણે પહેલાથી બે અઠવાડિયાના સમયગાળા દરમિયાન વિદેશ પ્રવાસ માટે વિમાનની ટિકિટ ખરીદી નથી, તેમને ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવશે નહીં, એમ પીએમઓએ જણાવ્યું હતું. કાન ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે સરકાર ઇઝરાઇલના બધા બહારથી આવતા પ્રવાસીઓ માટે રાજ્ય સંચાલિત હોટલોમાં બે સપ્તાહ સુધીના ક્વોરેન્ટાઇન કરવામાં આવશે.

મંત્રીમંડળની ચર્ચાને સમાપ્ત કરતાં નેતન્યાહુએ ઇઝરાઇલમાં વાયરસના કેસોમાં તેજીમાં વધારો થવા માટે બ્રિટનના વિવિધ પ્રકારના વાયરસને દોષી ઠેરવ્યા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…