રથયાત્રા/ ભક્તિના ‘પૂર’માં માનવતાની ‘મહેક ‘, ગૃહ રાજ્યમંત્રીએ વિખૂટા પડેલા બાળકોના લૂછયા આંસુ

ભીડમાં બે બાળકો માતપિતાથી વિખૂટા પડી ગયા હતા. આ વાતની જાણ  ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને થતાં જ  ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અને પોલીસને તાત્કાલિક માતાપિતાને શોધવા માટે કહ્યું.

Top Stories Ahmedabad Gujarat
159Untitled 5 ભક્તિના 'પૂર'માં માનવતાની 'મહેક ', ગૃહ રાજ્યમંત્રીએ વિખૂટા પડેલા બાળકોના લૂછયા આંસુ

શહેરમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા નીકળી હતી. ભગવાન જગન્નાથે મંદિરની બહાર નીકળી ભક્તોને આશીર્વાદ આપ્યા હતા. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. તે જ સમયે, આ ભીડમાં બે બાળકો માતપિતાથી વિખૂટા પડી ગયા હતા. આ વાતની જાણ  ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને થતાં જ  ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અને પોલીસને તાત્કાલિક માતાપિતાને શોધવા માટે કહ્યું.

પ્રાપ્ત માહિતી અનુસાર, હર્ષ સંઘવી રથયાત્રામાં સામેલ હતા. જ્યારે રથયાત્રા શાહપુર વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક તેમને સમાચાર મળ્યા કે ભીડમાં બે બાળકો માતપિતાથી વિખૂટા થઈ ગયા છે. તેમણે તરત જ તેમના વાહનમાંથી નીચે ઉતર્યા, બાળકો પાસે ગયા અને ગભરાયેલા બાળકોને સાંત્વના આપી. તેમણે પોતાના રૂમાલથી રડતા બાળકોના આંસુ લૂછ્યા અને પોલીસને તેમના માતા-પિતાને શોધવાનો આદેશ આપ્યો.

ઘટનાની જાણ થતાં જ પોલીસે રથયાત્રાની સુરક્ષા સાથે બાળકોના માતા-પિતાને શોધી કાઢ્યા હતા અને બાળકોને વાલીઓને સોંપવામાં આવ્યા હતા. આ ઘટનામાં ગૃહ રાજ્યમંત્રીનો માનવતાવાદી ચહેરો જોવા મળ્યો હતો. ગૃહમંત્રીએ માનવતા દાખવતા અમદાવાદ પોલીસે તત્પરતા બતાવી બાળકોના માતા-પિતાને શોધી કાઢ્યા હતા.

હર્ષ સંઘવીએ આ કેસમાં જણાવ્યું હતું કે ગુજરાત પોલીસે ખૂબ જ સારું કામ કર્યું છે અને અલગ થયેલા બાળકોને તેમના માતા-પિતા સાથે પુનઃમિલન કરાવ્યુ છે. બાળકોના વાલીઓ અને નગરજનોએ પોલીસની કામગીરી બદલ આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ભગવાન જગન્નાથની રંગારંગ શોભાયાત્રા નીકળી હતી. ભગવાને નગરચર્યા કરી ભક્તોને દર્શન આપ્યા હતા. ઊંટ, હાથી સહિતના અનેક વાહનોમાં સવાર ભક્તો ભજન કીર્તન સાથે ઉમટી પડ્યા હતા.

સુરત/  અહીં રથયાત્રામાં યુક્રેનના ભક્તો આકર્ષણનું બન્યા કેન્દ્ર, યુક્રેનમાં શાંતિ માટે પ્રાર્થના કરી