Islamabad News/ પાકિસ્તાનના મહિલાએ એક સાથે છ બાળકોને આપ્યો જન્મ

રાવલપિંડીમાં જન્મેલા તમામ બાળકો સ્વસ્થ

Top Stories World
Beginners guide to 2024 04 20T161928.728 પાકિસ્તાનના મહિલાએ એક સાથે છ બાળકોને આપ્યો જન્મ

World News : પાકિસ્તાનના રાવલપિંડીમાં બનેલી એક દુર્લભ ઘટનામાં 27 વર્ષની મહિલાએ છ બાળકોને જન્મ આપ્યો છે. પાતિસ્તાનના અખબાર ડોનના અહેવાલ મુજબ રાવલપિંડીના હજારા કોલોનીમાં રહેતા મોહમ્મદ વહીદની પત્ની ઝીનત વહીદ ગર્ભવતી હતી. પ્રસવ પીડા થતા તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં શુક્રવારે તેણે એક કલાકમાં એક છી એક છ બાળકોને જન્મ આપ્યો હતા. જીલ્લા હોસ્પિટલની મેડિકલ સુપરિટેન્ડ્ન્ટ ફરઝાનાના જણાવ્યા મુજબ છ બાળકોમાં ચાર છોકરા અને બે છકરીઓ છે. હાલમાં બાળકો અને તેમની માતાની હાલત સ્વસ્થ છે. બાળકોને હાલમાં ઈન્ક્યુબેટરમાં રાખવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ઝીનતની આ પહેલી ડિલીવરી છે. હોસ્પિટલની લેબર રૂમની ડ્યુટી ઓફિસરે કહ્યું કે આ સામાન્ય ડિલીવરી ન હતી. ડિલીવરીમાં કોમ્પ્લિકેશનને જોતા ડોક્ટર ફરઝાનાએ ઓપરેશન માટે સૌથા વધુ નિષ્ણાત ડોક્ટરોની ટીમ બનાવી હતી, તેમમે સફળતાપુર્વક સર્જરી કરી હતી. ફરઝાનાએ કહ્યું કે બાળકોને જન્મ આપ્યા બાદ ઝીનતને કેટલીક સ્વાસ્થય સંબંધી તકલીફ થઈ હતી. જોકે તે ગંભીર ન હતી અને થોડા દિવસમાં માતાની હાલત સામાન્ય થી જશે. ડોક્ટર અને પેરામેડિકલની ટીમ ખુશ છે કે અલ્લાહે માં અને બાળકોનો જીવ બચાવી લીધો. મેડિકલ એક્સપર્ટનું કહેવું છે કે એક સાથે છ બાળકોનો જન્મ સામાન્ય ઘટના નથી. જોકે હાલના વર્ષોમાં પ્રજનન દવાઓની લોકપ્રિયતાએ આ પ્રકારની સંભાવનાને વધારી છે. વહીદે હોસ્પિટલમાં મિડીયાને કહ્યું કે તે એ વાતથી ખુશ છે કે એક જ વખતમાં તેમના પરિવારમાં આટલી બધી ખુશી આવી છે. વહીદે કહ્યું કે અમે ખુશ છીએ અને અલ્લાહે તેમને છોકરા અને છોકરીઓની ભેટ આપી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મતદાનના દિવસે તમારો જન્મદિવસ આવ્યો તો તમને સરપ્રાઈઝ ગિફ્ટ મળશે!

આ પણ વાંચો:EDનો આક્ષેપ ‘તબીબી આધાર પર જેલમાંથી છૂટવા કેજરીવાલ ખાઈ રહ્યા છે કેરી અને મીઠાઈ’

આ પણ વાંચો:અશ્લીલ સામગ્રીમાં બાળકોનો ઉપયોગ કરવો એ ગુનો અને ગંભીર ચિંતાનો વિષય