@રવિ ભાવસાર
અમદાવાદ: નોટ બંધી બાદ અમદાવાદ સહિત દેશભરના મોટા બિલ્ડરો દ્વારા કરોડો રૂપિયાનું કાળુ નાણું જુદી-જુદી પ્રોપર્ટી,જમીનોમાં રોકવામાં આવ્યું હતું. પોતાના મળતીયા સાગરીતો અને સ્વજનોના નામે કરોડો રૂપિયાની પ્રોપર્ટીઓ ખરીદવામાં આવી હતી. આ તમામ વિગતો ઇન્કમટેક્સના અધિકારીઓના ધ્યાનમાં આવી ગઈ હતી. બીજી તરફ સરકાર દ્વારા બેનામની પ્રોપર્ટી એકટનો અમલ શરૂ કરી દેવામાં આવ્યા હતા, આવી બેનામી પ્રોપર્ટી શોધવા માટે ગુજરાત ઇન્કમટેક્સના સિનિયર અધિકારીની આગેવાની હેઠળ 5 અધિકારીઓની ખાસ તેમની રચના કરવામાં આવી હતી. આ અધિકારીઓએ ગુજરાતમાંથી અબજો રૂપિયાની 500થી વધુ બેનામી પ્રોપર્ટીઓ શોધી કાઢી છે. આગામી દિવસોમાં તેને ટાંચમાં લેવાની કાર્યવાહી કરવામાં આવશે.
વર્ષોથી સરકારી અધિકારીઓ તેમના કાળા નાળાનું રોકાણ મિલકતોમાં કરતા હતા. જ્યારે નોટબંધીનો અમલ શરૂ થયો ત્યારે મોટાભાગના અધિકારીઓ ઉપરાંત બિલ્ડરો તબીબો અને ઇન્વેસ્ટરોએ પોતાની પાસેનું કાળું નાણું મિલકતોમાં રોકી દીધું હતું. જે રીતે નોટબંધી બાદ રોકડમાં વ્યવહારો થવા લાગ્યા અને કરોડોની પ્રોપર્ટી જમીનો અને કન્સ્ટ્રક્શન સાઇટો ખરીદવા લાગી અને હવાલા પડવા લાગ્યા તે જોતા સરકાર અને સીબીડીટી દ્વારા બેનામી પ્રોપર્ટી એક્ટનો અમલ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી.
માત્ર ગુજરાત નહીં પરંતુ દેશભરમાં ઇન્કમટેક્સના સિનિયર અધિકારીઓની ખાસ ટીમ બનાવીને પોતપોતાના કાર્યક્ષેત્રમાં બેનામી પ્રોપર્ટી શોધવાની કવાયત શરૂ કરવામાં આવી. ગુજરાત ઇન્કમટેક્સના ચીફ કમિશનરની આગેવાનીમાં પાંચ અધિકારીઓની એક ટીમ બનાવવામાં આવી હતી, જેનું કામ ગુજરાતમાંથી બેનામી પ્રોપર્ટી શોધી કાઢવાનું હતું. આ ટીમ દ્વારા લગભગ 500થી વધુ બે નામી પ્રોપર્ટી આઈડેન્ટીફાઈ કરી દેવામાં આવી છે. તેને ટાંચમાં લેવા માટેની કાનૂની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે જેને પગલે આગામી દિવસોમાં આવી પ્રોપર્ટી ટાંચમાં લેવામાં આવશે.
આ પણ વાંચો: America/ ઈઝરાયલ સામે જંગમાં હમાસનો સાથ આપી રહેલા ઈરાનને અમેરિકાએ આપ્યો ઝટકો!
આ પણ વાંચો: Wipro Results/ Wiproની પાંચ કંપનીઓનું થશે મર્જર, કેટલો વધશે કંપનીનો નેટ પ્રોફિટ?
આ પણ વાંચો: Navratri/ નવ રાત્રીમાં સમય કાઢીને આ નાનું કામ કરો, ચારેય બાજુથી ધન-દોલતની થશે વર્ષા

