Surendranagar News/ સુરેન્દ્રનગરમાં વધુ એક જમીન કૌભાંડનો પર્દાફાશ, લીંબડીના રાસકા ગામે રાઇની સીમની જમીનમાં મોટો ગોટાળો

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રાસકા ગામે જમીન બિનખેતી (NA) (Land NA Scam) કરાવવાના નામે કરોડોના કૌભાંડનો પર્દાફાશ થયો છે.

Top Stories Gujarat Breaking News
Land NA Scam

Surendranagar News:સુરેન્દ્રનગરમાં જમીન બિનખેતી (NA) કરાવવાના નામે કરોડોના કૌભાંડનો (Land NA Scam) પર્દાફાશ થયો છે. લીંબડી તાલુકાના રાસકા ગામે આવેલી રાઇની સીમ તરીકે ઓળખાતી સરકારી જમીનમાં મોટા પાયે અનિયમિતતાના આક્ષેપો ઉઠ્યા છે.આ કૌભાંડમાં (Scandal) આશરે 450 વિઘા જમીન પર ખડકાઈ ગાંતા નાખી સોલાર પ્લાન્ટ સ્થાપવાનું કામ ચાલુ છે, જ્યારે સાથણીની જમીનને પ્રીમિયમના નામે છેતરપિંડીથી ખરીદવામાં આવી હોવાના ગંભીર આરોપો છે.આ મામલો લખતર અને ધ્રાંગધ્રા તાલુકામાં અગાઉ થયેલા જમીન કૌભાંડો પછી સામે આવ્યો છે, જેમાં જિલ્લા વહીવટી તંત્રની (District administration) મિલીભગતના આક્ષેપો છે.

રાસકામાં જમીન કૌભાંડ

Land NA Scam

તાજેતરમાં જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ સુરેન્દ્રનગરમાં 1500 કરોડના જમીન NA કૌભાંડમાં (Land NA Scam) દરોડા પાડ્યા હતા, જેમાં જિલ્લા કલેક્ટર સહિત અધિકારીઓ સામે FIR નોંધાઈ છે.આ જમીન સરકારી અથવા ગૌચર તરીકે ઓળખાતી હોવા છતાં, તેમાં અનધિકૃત રીતે સોલાર પ્લાન્ટ માટે વિકાસ કાર્ય ચાલુ છે. આક્ષેપ છે કે જમીનના સર્વે નંબર ન હોવા છતાં ગોટાળો કરવામાં આવ્યો છે.

આશરે 450 વિઘા જમીનમાં ખડકાઈ ગાતો સોલાર પ્લાન્ટ

ડિસ્ટ્રિક્ટ લેન્ડ ઓફિસ (DLO)માંથી ખોટા નકશા તૈયાર કરાવીને જમીનનું રૂપાંતરણ કરાવવામાં આવ્યું હોવાના આરોપો છે. આશરે 450વિઘા જમીન પર ખડકાઈ ગાતો નાખી સોલાર પ્રોજેક્ટ શરૂ કરાયો છે, જેમાં પ્રીમિયમના નામે સાથણીની જમીન છેતરપિંડીથી ખરીદવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.

આ વિસ્તારમાં નર્મદા કેનાલની લાઇનોમાં મોટા પ્રમાણમાં તોડફોડ કરવામાં આવી હોવાના આક્ષેપો પણ છે, જેનાથી સિંચાઈ વ્યવસ્થા પર અસર પડી છે.આ કૌભાંડમાં (Land NA Scam) વચેટિયાઓ અને અધિકારીઓની મિલીભગત છે. અગાઉ લખતર અને ધ્રાંગધ્રામાં પણ આવા જ કૌભાંડો સામે આવ્યા હતા, જેમાં જમીનના ખોટા દસ્તાવેજો તૈયાર કરીને બિનખેતી કરાવવામાં આવી હતી.

નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના કેસની તપાસ યથાવત

આ સિવાય સુરેન્દ્રનગરમાં (Surendranagar) જમીનને બિનખેતી (NA)માં રૂપાંતરિત કરવાના કૌભાંડમાં (Land NA Scam) પણ મોટા ખુલાસા થયા છે. આ કેસમાં અંદાજે 1500 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારનો (Land Bribery) આરોપ છે, જેમાં સોલાર કંપનીઓને અનુમતિ આપવા માટે લાંચ અને અનિયમિતતા સામેલ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ 23 ડિસેમ્બરે અલગ-અલગ ટીમો સાથે જિલ્લા કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સહિત અનેક અધિકારીઓના નિવાસસ્થાનો પર દરોડા પાડ્યા હતા. આ તપાસમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી છે અને તેમને દિલ્હી લઈ જઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. એન્ટી-કરપ્શન બ્યુરો (ACB)એ પણ આ મામલે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો છે, જેમાં કલેક્ટરને તાત્કાલિક બદલી કરીને પોસ્ટિંગ વગર મોકલી દેવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરેન્દ્રનગર જમીન કૌભાંડનો વિસ્ફોટ: ₹3,850 કરોડનો સોલાર પ્રોજેક્ટ માત્ર ₹80 કરોડમાં સોપાયો!

આ પણ વાંચો:સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં ED એ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના સ્ટાફને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા

આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરી પર EDના દરોડા કેમ પડ્યા? જાણો કારણ