Lifestyle News : ભારતમાં આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે “દૂધ (Milk)પીવાથી શક્તિ મળે છે.” સવારના નાસ્તાથી લઈને રાત્રે સૂતા સુધી આપણે દૂધ પીએ છીએ. પણ શું તમને ખબર છે કે જે દૂધને આપણે અમૃત માનીએ છીએ, તે જ ભારતના 80% લોકો માટે બીમારીનું કારણ બની રહ્યું છે? જી હા, દિલ્હીના એક પ્રખ્યાત ડૉક્ટરે દૂધ વિશે એક એવો ખુલાસો કર્યો છે જેનાથી સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે.
દિલ્હીની એપોલો હોસ્પિટલના ડૉ. અંશુમન કૌશલ, જેમને લોકો ‘Angry Doctor’ તરીકે પણ ઓળખે છે, તેમણે જણાવ્યું છે કે ભારતમાં મોટાભાગના યુવાનો અને વડીલો દૂધ પચાવી શકતા નથી. વિજ્ઞાનની ભાષામાં આને ‘લેક્ટોઝ ઇન્ટોલરન્સ’ કહેવાય છે. ડૉક્ટરના મતે, બાળપણ પછી આપણા આંતરડામાં દૂધની સાકર (લેક્ટોઝ) પચાવવાની શક્તિ ઓછી થઈ જાય છે.
લેક્ટોઝના લક્ષણો શું છે?
ઘણીવાર આપણને એમ થાય છે કે આપણને બહારનું ખાવાથી ગેસ થયો છે, પણ અસલી ગુનેગાર દૂધ હોઈ શકે છે. જો દૂધ (Milk)પીધા પછી તમને:
પેટ ફૂલી જવું,
ગેસ થવો,
વારંવાર થાક લાગવો,
કે એસિડિટી જેવી તકલીફ થાય,
તો સમજી લેવું કે તમારું શરીર દૂધનો સ્વીકાર નથી કરી રહ્યું. ડૉક્ટર કહે છે કે આપણે આને સામાન્ય ગેસ સમજીએ છીએ, પણ ખરેખર તે દૂધની આડઅસર છે.
ગાય દૂધ સારું કે ભેંસનું દૂધ સારું ?
હવે તમને થશે કે કયું દૂધ પીવું? ડૉક્ટરે આ અંગે પણ સ્પષ્ટતા કરી છે:
A1 દૂધ (Milk) પેકેટ/જર્સી ગાય કયું?:
આમાં એક એવું પ્રોટીન હોય છે જે પેટમાં સોજો અને અગવડતા વધારે છે.
A2 દૂધ(Milk) દેશી ગાય:
આ દૂધ શરીર માટે સારું છે, પણ તેમાં પણ ‘લેક્ટોઝ’ તો હોય જ છે. એટલે જેને દૂધ પચતું જ નથી, તેને દેશી દૂધથી પણ તકલીફ થઈ શકે છે.
ભેંસનું દૂધ: આ પચવામાં સૌથી ભારે હોય છે.
બીમારીથી બચવા શું કરવું જોઈએ?
જો તમને શંકા હોય કે તમને દૂધ (Milk)માફક નથી આવતું, તો ડૉક્ટરે એક સાદો ટેસ્ટ બતાવ્યો છે. માત્ર 2 થી 4 અઠવાડિયા માટે દૂધ પીવાનું બંધ કરી દો. જો તમારી પેટની સમસ્યાઓ અને થાક દૂર થઈ જાય, તો સમજી લેજો કે દૂધ જ સમસ્યા હતું.
કેલ્શિયમનું શું?
ઘણા લોકોને ડર હોય છે કે દૂધ બંધ કરવાથી હાડકાં નબળા પડી જશે. પણ ડૉક્ટરોનું કહેવું છે કે કેલ્શિયમ માટે માત્ર દૂધ જ જરૂરી નથી. તમે તલ, રાગી, લીલા શાકભાજી, બ્રોકોલી કે સોયાબીન ખાઈને પણ ભરપૂર કેલ્શિયમ મેળવી શકો છો.
તો મિત્રો, આંખો બંધ કરીને પરંપરાને અનુસરવાને બદલે તમારા શરીરનું સાંભળો. જો દૂધ પીવાથી તકલીફ થાય છે, તો તેને છોડવામાં જ સમજદારી છે. દૂધના બદલે તમે બદામનું દૂધ કે છાશ (જો માફક આવે તો) લઈ શકો છો.
આ પણ વાંચો: શું તમે પણ શિયાળામાં ડ્રાય ફ્રૂટ્સ ખાવામાં આ ભૂલ કરો છો?”
આ પણ વાંચો: આમળાનો સ્વાદ પસંદ નથી તો…શિયાળામાં આયુર્વેદના આ ‘અમૃતફળ’નું સેવન કરવાની 7 ટિપ્સ…
આ પણ વાંચો: શિયાળામાં હદથી વધારે સીંગદાણા ન ખાશો…કિડની લિવરની હૅલ્થ પર આડ અસરો થઇ શકે છે..!
