Lifestyle/ શિયાળામાં હદથી વધારે સીંગદાણા ન ખાશો…કિડની લિવરની હૅલ્થ પર આડ અસરો થઇ શકે છે..!

શિયાળામાં ઘરના સભ્યો કે મિત્રમંડળી સાથે શેકેલા સીંગદાણા કે ઓળા ખાવાનો આનંદ જ કંઇક ઓર છે! પરંતુ, વધુપડતા ખાવાથી હૅલ્થ પર એની આડ અસરો થઇ શકે છે…

Food Health & Fitness Trending Lifestyle

Lifestyle: શિયાળાની ઋતુ (Winter Season) આવતાવેંત, ગરમાગરમ શેકેલા સીંગદાણા (Peanuts)ની સુગંધ રસ્તે જતાં આવી જ જાય છે! મીઠામાં શેકેલી આ મગફળી એટલી તો ટેસ્ટી લાગે છે કે જેમને એ ભાવે એ તો વારંવાર ખાવાનું પસંદ કરે છે! આ ઉપરાંત, લંચ કે ડિનર બાદ (After Lunch or Dinner) ઘણા લોકો ઘરે પણ સીંગદાણાના ઓળા (Peanut shells) ને શેકીને ખાતા હોય છે. પ્રોટીન અને કેલરીથી ભરપૂર એવા આ સીંગદાણાને સ્વાસ્થ્ય (Health) માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે પરંતુ, શું તમે જાણો છો કે એનો અતિરેક તમને નુકસાન પહોંચાડી શકે છે! તો ચાલો હવે જાણીશું કે, કયા લોકોએ સીંગ ખાવાથી બચવું જોઇએ?

શિયાળામાં વધુપડતા સીંગદાણા ખાવાની હૅલ્થ પર આડ અસર

ઠંડીના મોસમમાં જેને ગરીબોનું ડ્રાયફ્રુટ (Dryfruit) કહેવામાં આવે છે એ સીંગદાણા ઘર-ઘરમાં જોવા મળે છે. શિયાળામાં ઘરના સભ્યો કે મિત્રમંડળી સાથે એને ખાવાનો આનંદ જ કંઇક ઓર હોય છે! એને ખાવાનો ફાયદો એ પણ છે કે એમાંથી ઇંડા કે કાજુ (Eggs or Cashew nuts) થી પણ વધારે પ્રોટીન (Protein) શરીરને પ્રાપ્ત થાય છે.

પરંતુ કહેવાય છે ને કે, દરેક વસ્તુના ફાયદા અને નુકસાન બંને હોય છે. આ રીતે, સીંગદાણા ખાવાના ફાયદાની સાથોસાથ એની કેટલીક સાઇડ ઇફેક્ટ્સ (Side Effects) પણ હોય છે! આથી જ્યારે પણ એ ખાઓ ત્યારે જાણી લેવું કે એ તમારા સ્વાસ્થ્ય માટે સારું છે કે નહિં! અને ત્યાર બાદ એનું સેવન સીમિત માત્રામાં જ કરવું જોઇએ.

વધુપડતા સીંગદાણા ખાવાના સાઇડ ઇફેક્ટ્સ

સીંગદાણા ખાવાના અતિરેકને પરિણામે કિડની તથા લિવરની હૅલ્થ ખરાબ થઇ શકે છે, ઉપરાંત અન્ય સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પણ સર્જાઇ શકે છે.

શિયાળા, સીંગદાણા, હૅલ્થ

ઝડપથી વજન વધારે

સીંગદાણા હાઈ કેલરી સ્નેક (Snake) છે. એક નાની વાડકી ભરીને સીંગ ખાઓ તો એમાંથી 250-300 કેલરી હોય છે. શિયાળામાં ભૂખ વધુ લાગે છે અને લોકોને વારે-વારે કંઇક ને કંઇક નાસ્તો ખાવાનું મન થયા કરતું હોય છે. સતત ઓવરઇટિંગ (Overeating) કરવાથી વજન ઝડપથી વધી શકે છે અને વિશેષ કરીને, પેટનો ઘેરાવો અને કમરની આસપાસ ચરબી જમા થાય છે. આથી જો વજન નિયંત્રણમાં રાખવું હોય તો એક દિવસમાં એક મુઠ્ઠીથી વધુ સીંગદાણા ખાવાનું ટાળવું જોઇએ.

પેટમાં ગૅસ અને પેટ ભારે લાગવું

મગફળીની પ્રકૃતિ ગરમ હોય છે અને એ ભારે પણ પડે છે. આથી જો એને વધારેપડતી ખાવામાં આવે તો ગૅસ, એસિડિટી અથવા અપચા (Gas, Acidity, Indigestion) જેવી સમસ્યાઓ થઇ શકે છે. જે લોકોનું ડાયજેશન નબળું હોય અથવા વારંવાર પેટમાં વાયુ બનવાની સમસ્યા રહેતી હોય એમણે તો અત્યંત સીમિત માત્રામાં એનું સેવન કરવું જોઇએ. તમને જાણીને નવાઇ લાગશે કે, કાચી મગફળીથી શેકેલી મગફળી વધુ ભારે પડે છે!

શિયાળા, સીંગદાણા, હૅલ્થ

ચહેરા પર ખીલ વધી શકે

જેમની ત્વચા તૈલીય પ્રકૃતિ ધરાવતી હોય અથવા ખીલ થવાની સમસ્યા (Oily Skin & Pimples Problem) રહેતી હોય, એમના માટે તો સીંગદાણાનું સેવન જોખમી છે. એમાં રહેલું કુદરતી ઓઇલ શરીરમાં સીબમનું પ્રોડક્શન વધારી શકે છે અને એથી પિંપલ્સ વધવા લાગે છે. વિશેષ કરીને, શિયાળામાં જ્યારે સ્કિન અગાઉથી જ સંવેદનશીલ હોય ત્યારે આ પ્રોબ્લેમ વધી જાય છે!

એલર્જીનું જોખમ

સીંગદાણા ખાવાથી કેટલાક લોકોને એલર્જી (Allergy) થઇ શકે છે અને એના લક્ષણો હળવા કે ગંભીર હોઇ શકે છે જેમ કે, ખંજવાળ, લાલ ચકામા, ગળામાં શોષ પડવો, શ્વાસ લેવામાં તકલીફ થવી કે ઊલટી થવી વગેરે…જેમને આવી એલર્જી હોય તો સીંગદાણા અને એનાથી બનતી વસ્તુઓ જેવી કે પીનટ બટર, ચિકકી વગેરે ન ખાવી જોઇએ.

શિયાળા, સીંગદાણા, હૅલ્થ

બીપી વધી શકે છે

તમે જે મીઠા વાળા સીંગદાણા ખાઓ છો, એમાં સોડિયમ (Sodium)ની માત્રા અધિક હોય છે. હાઈ બ્લડ પ્રેશર (High BP) ધરાવતી વ્યક્તિઓ માટે એ જોખમરુપ બની શકે છે. દરરોજ નમકીન મગફળીનો આસ્વાદ લેનારા લોકોનું બીપી આનાથી વધી શકે છે, વોટર રિટેન્શનની સમસ્યા સર્જાઇ શકે છે અને હૃદય પર દબાણ વધી શકે છે. આ ઉપરાંત, કિડની પર પણ એનો ખરાબ પ્રભાવ પડી શકે છે.

શિયાળા, સીંગદાણા, હૅલ્થ

ફૂગ વળવાનું જોખમ

લાંબા સમય સુધી રાખી મૂકવામાં આવેલા સીંગદાણામાં ફૂગ (Fungus) વળવાની સમસ્યા થઇ શકે છે અને એના અફ્લાટૉક્સિન નામના વિષાર્ધ પદાર્થથી લિવર ડેમેજ થવાનું રિસ્ક વધી શકે છે. આથી હંમેશાં તાજા, ક્રિસ્પી અને ડ્રાય સીંગદાણા (Crispy Peanuts) જ ખાવા હિતાવહ છે.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમાગરમ…5 ઇમ્યૂનિટી વર્ધક એનર્જેટિક હૅલ્ધી સૂપ..!

આ પણ વાંચો: આદુ મરચાનું અથાણું બનાવો…સ્વાદિષ્ટ જબરદસ્ત રેસિપી… લિજ્જત આવી જશે.!