Lifestyle: શિયાળાની ઋતુ (Winter Season)માં તમે તમારા રોજીંદા ડાયટમાં સૂપ (Soup)ને સામેલ કરીને એનર્જેટિક રહી શકો છો. એના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ઋતુકીય બીમારીઓ જેવી કે શરદી-ઉધરસ વગેરે સામે રક્ષણ મળે છે.
શિયાળાની મોસમ…લગભગ મોટા ભાગના લોકોની આ પ્રિય ઋતુ હોય છે કારણ કે એમાં જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે અને નવી ઊર્જા (Energy), હૂંફ અને પોષણ મેળવવા માટે ભાત-ભાતની વાનગીઓ અને વ્યંજનો તમામ લોકોના ઘરમાં બનતા જોવા મળે છે. ઠંડીની સિઝનમાં ગરમાગરમ ભજીયા, સૂપ, કઢી, રોટલા, રીંગણનો ઓળો….વગેરે ડીશોની જ્યાફત ઉડાવવાનો આનંદ જ કંઇ ઓર હોય છે! પરંતુ, આ તમામ વાનગીઓમાં soup એ એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક રેસિપી (Nutritious Recipe) ગણાય છે અને એને બનાવવાનું પણ આસાન છે. જુદા-જુદા પ્રકારના soup પીવાથી આપણા શરીરની ઇમ્યૂનિટી (Immunity) મજબૂત બને છે અને આ એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર એવા soup પીવાથી વાયરલ કે બેક્ટેરિયલ ઇન્ફેક્શનો (Infections) સામે લડવાની શક્તિ મળે છે. અહિં અમે તમને 5 વિવિધ હૅલ્ધી સૂપ (Healthy Soup) વિશે જણાવીશું…જેને તમે તમારા રોજીંદા આહારમાં સામેલ કરી શકો છો.
શિયાળા ના ઇમ્યૂનિટી વર્ધક 5 હૅલ્ધી સૂપ વિશે સંક્ષિપ્તમાં…
1. ટામેટાનો
શિયાળો આવે એટલે ટામેટા યાદ આવે…મહદ્ અંશે ઠંડીની સિઝનમાં આ (Tomato Soup) સર્વાધિક લોકપ્રિય હોય છે. તમારા શરીરને એનર્જી પ્રદાન કરવાની સાથોસાથ વિટામિન C ની ઉણપને પણ એ પૂરી કરે છે. તમે એમાં કાળા મરીનો ભૂકો, લસણ અને આદુ (Black Peper, Garlic, Ginger) પણ ઉમેરી શકો છો. એનાથી તમને શરદી-ઉધરસ સામે રક્ષણ આપે છે.

2. મિક્સ વેજીટેબલ
તમે તમારા રોજીંદા ડાયેટમાં મિક્સ વેજીટેબલ soup (Mix Vegetable Soup)ને સામેલ કરી શકો છો. આ વિટામિન A, C, K અને ફાઇબરથી સભર હોય છે. એમાં તમે ગાજર, બીન્સ, વટાણા, ટામેટાં અને કોબી જેવા શાકભાજીને પણ ઉમેરી શકો છો. આ સૂપ એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર છે અને શરીરના ટૉક્સન્સ અર્થાત્ વિષાર્ધ પદાર્થોને ઓછા કરે છે.

3. ગાજર-બીટનો
આ પણ સરળતાથી તૈયાર થાય છે અને તમારા ડેઇલી ડાયેટમાં સામેલ કરી શકો છો. ગાજર અને બીટનો આ Healthy પીણું (Carrot-Beetroot Soup) આયર્ન, વિટામિન A અને ફોલેટથી ભરપૂર હોય છે અને શરીરમાં લાલ રક્તકણો (RBCs)ને વધારવામાં મદદ કરે છે તથા સ્કિનને મૂળથી નિખારીને એક અનોખો ગ્લૉ આપે છે.

4. લસણ-આદુનો
આમાં એન્ટી-વાયરલ અને એન્ટી-બેક્ટેરીયલ ગુણો પ્રચૂર માત્રામાં હોય છે. આદુ શરીરને ગરમાવો આપે છે જ્યારે લસણ સંક્રમણોથી શરીરનું રક્ષણ કરવામાં કારગર સિદ્ધ થાય છે! આને (Garlic-Ginger Soup) પીવાથી ગળામાં ખરાશ, શરદી, ઉધરસ (Cold & Cough)માં રાહત થાય છે અને એ બંધ નાકને પણ ખોલે છે.

5. ચિકન કે બોન બ્રોથ
જો તમે નૉન-વેજીટેરિયન છો તો ચિકન અથવા તો બોન બ્રોથ સૂપ (Chicken Soup, Broth) પણ બનાવીને પી શકો છો. આ પ્રોટીન, ઝીંક અને મિનરલ્સથી ભરપૂર હોય છે જેના સેવનથી શરીર આંતરિક રીતે મજબૂત થાય છે. એના સેવનથી લાંબા સમય સુધી એનર્જેટીક હોવાનો અનુભવ થાય છે.
આ પણ વાંચો: ઘઉંના લોટના ભટુરા શી રીતે બનાવશો? અડધા કલાકમાં તૈયાર થઇ જશે ભટુરાનો લોટ…ફટાફટ નોંધી લો રેસિપી!
આ પણ વાંચો: મખાનાને બનાવો સ્વાદિષ્ટ, ઉમેરો ફુદીના ફ્લૅવર…નોંધી લો ‘મિન્ટ મખાના’ની ચટપટી રેસિપી..!
આ પણ વાંચો: આમળા કેન્ડીનો મુખવાસ, છે ઇમ્યૂનિટી વર્ધક…ઘરે બનાવવાની અત્યંત સરળ રેસિપી…
