Health News: શક્કરિયા (Sweet Potato) શિયાળામાં (Winter) મળતું એક કંદમૂળ છે જે સ્વાદમાં મીઠાશ ધરાવતું હોય છે અને ચાવવામાં ક્રિસ્પી હોય છે. આનું સેવન સ્નેક્સ અને સ્વીટ્સ તરીકે કરવામાં આવે છે. નરમ શક્કરિયાનું સેવન કોઈ પણ ઉંમરના લોકો કરી શકે છે. શક્કરિયામાં રહેલાં પોષક તત્વોની વાત કરીએ તો આમાં કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ, ફાઈબર, વિટામિન A, વિટામિન C અને વિટામિન B6 ભરપૂર સંખ્યામાં હોય છે. આની અંદર કેલરીની માત્રા ઓછી હોય છે અને સાથે જ આ ગ્લુટન-ફ્રી પણ હોય છે. આનું સેવન શેકીને, ઉકાળીને અને તળીને પણ કરી શકાય છે.
જો દરરોજ વહેલી સવારે તમે શક્કરિયાનું સેવન કરો તો તમારા સ્વાસ્થને ઘણા બધા લાભ થશે. આની અંદર કોમ્પ્લેક્સ કાર્બ્સ હોય છે જે તમારા શરીરને લાંબા સમય સુધી એનર્જી પ્રદાન કરે છે. ફાઇબરથી ભરૂર આ ખાદ્યપદાર્થ તમારા પાચનને સ્વસ્થ રાખે છે. આના સેવનથી તમારી ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય છે અને સાથે જ ઘણા રોગોથી શરીરનું રક્ષણ થાય છે. શક્કરિયા વજન કંટ્રોલ કરવામાં પણ જબરદસ્ત તરીકે કામ કરે છે.
પણ જો તમે આ સ્વાસ્થ માટે ઉપયોગી અને લાભદાયી ખાદ્યનું સેવન અમુક રોગ દરમિયાન કરશો તો આ તમારા શરીર પર ઝેર તરીકે કામ કરશે.
1. ડાયાબિટીઝના દર્દીઓ પાળો પરેજી
જેમને બ્લડ સુગર હાઈ રહેતું હોય તે લોકો શક્કરિયાનું સેવન કરી શકતા નથી. શક્કરિયાનું ગ્લાઇસેમિક ઇન્ડેક્સ વધારે હોય છે જે બ્લડમાં સુગરની માત્રા વધારી શકે છે. જો તમે ડાયાબિટીઝના પેશન્ટ છો અને શક્કરિયા ખાવા માંગો છો તો એને ઉકાળીને ખાઈ શકો છો.
2. કિડનીના દર્દીઓ પાળો પરેજી
જે લોકો કિડની સંબંધિત રોગોથી સંકળાયેલા હોય તે શક્કરિયાનું સેવન બિલકુલ નથી કરી શકતા. શક્કરિયામાં ઓક્સાલેટ્સ હોય છે જે પથરીના ખતરાને વધારી શકે છે. જો તમને કિડનીમાં કોઈ પણ જાતની સમસ્યા હોય તો શક્કરિયા ન ખાવા જોઈએ.
3. હૃદયરોગનું જોખમ વધે છે
શક્કરિયાની અંદર પોટેશિયમની માત્રા વધારે હોય છે જે હાર્ટના દર્દીઓ માટે સમસ્યા વધારી શકે છે. જો તમે એક હાર્ટના દર્દીઓ છો અને દવાઓ લો છો તો શક્કરિયાનું સેવન ભૂલથી પણ ન કરતા.
4. પાચન કમજોર હોય તો ન ખાઓ

ફાઇબરથી ભરપૂર શક્કરિયાનું સેવન જ્યારે કમજોર પાચનવાળા લોકો કરે છે તો આ તેમના શરીર પર ઝેર તરીકે અસર બતાવી શકે છે. શક્કરિયાનું સેવન કરવાથી ગેસ, એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. સાથે જ પેટનું ફૂલવું જેવી સમસ્યા પણ ઉભી થઈ શકે છે. જો તમે આ હાઈ કેલરી અને કાર્બ્સથી ભરપૂર ખોરાકનું સેવન આખા શિયાળા દરમિયાન કરશો તો તમારું વજન ઝડપથીથી વધી શકે છે. જો તમે તમારું વજન ઓછું કરવા ઇચ્છો છો તો શક્કરિયાનું સેવન ટાળો.
આ પણ વાંચો:હાર્ટ ફેલ્યોર અને હાર્ટ એટેકમાં શું છે ફરક, જાણો કઈ વ્યક્તિને બચાવવા માટે વધારે સમય આપે છે.
આ પણ વાંચો:શું તમે ભાત ખાવાની સાચી રીત જાણો છો? વજન ઘટાડવા રામબાણ ઈલાજ
