Dharm & Bhakti: આજે 3 માર્ચના રોજ ચંદ્રગ્રહણ (Chandra Grahan 2026, 3 March) સર્જાનાર છે અને આની દેશ તથા દુનિયા પર પડનારી અસરો વિશે જ્યોતિષીય દ્રષ્ટિકોણથી વિહંગાવલોકન કરીશું.
વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 3 માર્ચ (Chandra Grahan 2026, 3 March) ના રોજ દિવસના સમય દરમિયાન શરુ થશે. હોળીના દિવસે (Holi) આ ગ્રહણ સિંહ રાશિમાં થશે જેથી એનો પ્રભાવ તમામ 12 રાશિઓ (12 Zodiac Signs) પર જોવા મળી શકે છે.
વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે અને એનો જીવન પર સીધો પ્રભાવ માનવામાં નથી આવતો. પરંતુ, જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર, આ ગ્રહણની અસરો દેશ, દુનિયા અને તમામ રાશિઓ (Zodiac Signs) પર થઇ શકે છે.
ચંદ્રગ્રહણ (Chandra Grahan 2026) નો ભારત પર સંભવિત પ્રભાવ
જ્યોતિષીય દ્રષ્ટિકોણથી ભારત (India) પર ચંદ્રગ્રહણની અસરો આ મુજબ જોવા મળી શકે છે.

1. જનભાવનાઓમાં ઉતાર-ચડાવ જોવા મળશે. ચંદ્રમા (Moon Graha) મનનો કારક ગ્રહ માનવામાં આવે છે આથી લોકોની ભાવનાત્મક પ્રતિક્રિયાઓમાં ઉછાળો આવી શકે છે.
2. રાજનૈતિક હલચલ (Political Turmoil) તેજ બનશે. નિર્ણયોમાં પરિવર્તન જોવા મળશે અથવા તો નવી ઘોષણાઓ કરવામાં આવી શકે છે.
3. પ્રાકૃતિક ઘટનાઓને અનુલક્ષીને જોઇએ તો કેટલાક જ્યોતિર્વિદોના મતે, મોસમ પરિવર્તન (Climate Change) અથવા તો કુદરતી ગતિવિધિઓમાં વૃદ્ધિની સંભાવનાઓ જણાઇ રહી છે.
4. આર્થિક દ્રષ્ટિએ જોઇએ તો શેર બજાર (Stock market) માં અસ્થિરતાની સ્થિતિ સર્જાય એવી ચર્ચાઓ અને સંભાવનાઓ જણાઇ રહી છે.

દુનિયા પર ચંદ્રગ્રહણનો પ્રભાવ
જ્યોતિષીય દ્રષ્ટિકોણથી સમગ્ર વિશ્વ (World) પર ચંદ્રગ્રહણની અસરો આ મુજબ જોવા મળી શકે છે.
1. આંતરરાષ્ટ્રીય સંબંધો (International Relationships)માં તણાવ સર્જાશે અથવા તો નવી કૂટનીતિક દિશા તરફ વિશ્વ આગળ વધી શકે છે.

2. વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ સર્જાઇ શકે છે.
3. સામાજીક આંદોલનો (Social Movements) તેજ થઇ શકે છે અથવા જનમતમાં પરિવર્તન આવી શકે છે.
રાશિચક્રની 12 રાશિઓ પર ચંદ્રગ્રહણની અસરો
આ જ્યોતિષીય દ્રષ્ટિએ તમામ બાર રાશિઓ માટે આ સામાન્ય ભવિષ્યફળ (Rashifal) છે પરંતુ, વ્યક્તિગત કુંડળી અનુસાર એ અલગ-અલગ હોઇ શકે છે.
મેષ રાશિ
લાભ- નવીન ઊર્જા, નવા અવસરો
સાવધાની- ગુસ્સાને કાબૂમાં રાખવો
વૃષભ રાશિ
લાભ- આર્થિક યોજનામાં સુધાર આવશે
સાવધાની- ખર્ચ પર નિયંત્રણ રાખવું
મિથુન રાશિ
લાભ- સંચાર અથવા તો નવા સંપર્કો સ્થપાશે
સાવધાની- ગેરસમજણથી બચવું
કર્ક રાશિ
લાભ- પરિવારનો સહયોગ મળશે
સાવધાની- ભાવુક નિર્ણય લેવાથી બચવું
સિંહ રાશિ
લાભ- નેતૃત્વના અવસરો મળશે
સાવધાની- અહંકારથી બચવું
કન્યા રાશિ
લાભ- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે
સાવધાની- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું

તુલા રાશિ
લાભ- સંબંધોમાં સુધારણાના યોગ
સાવધાની-સમજી-વિચારીને નિર્ણયો લેવા
વૃશ્ચિક રાશિ
લાભ- ગુપ્ત યોજનાઓમાં સફળતા મળશે
સાવધાની- તણાવથી બચવું
9. ધનુ રાશિ
લાભ- યાત્રા અથવા નવીન શરુઆત થશે
સાવધાની- કાયદાકીય બાબતોમાં સતર્ક રહેવું
મકર રાશિ
લાભ- કેરિયરમાં સ્થિરતા
સાવધાની- પરિવારજનોને સમય આપવો
કુંભ રાશિ
લાભ- નવા વિચારો અને નવીનતાનો સંચાર થશે
સાવધાની- મિત્રો સાથે વાદ-વિવાદ ન કરવો
મીન રાશિ
લાભ- આધ્યાત્મિક પ્રગતિ
સાવધાની- માનસિક સંતુલન જાળવી રાખવું

પરંપરાગત રીતે ગ્રહણ દરમિયાન રાખવાની સાવચેતીઓ
ગ્રહણકાળ દરમિયાન મંત્રોનો જાપ અથવા તો ધ્યાન ધરવું.
ગર્ભવતી મહિલાઓએ વિશેષ સાવધાની રાખવી.
ગ્રહણ બાદ સ્નાન અને દાન (Daan) કરવું.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: હોળી પહેલા ગ્રહોની મહાયુતિ…શુક્રનું મીન રાશિમાં ગોચર…’માલવ્ય રાજયોગ’થી 4 રાશિઓનું ભાગ્ય ચમકશે..!
આ પણ વાંચો: હોળીના દિવસે જ ચંદ્રગ્રહણ સર્જાશે..! આ 4 રાશિઓએ અત્યંત સતર્ક રહેવું પડશે..!
આ પણ વાંચો: 3 માર્ચે ચંદ્ર ગ્રહણ…શું હોળીની પૂજા પર અસર કરશે? જાણો સૂતક કાળમાં શું કરવું અને શું ન કરવું?

