Lifestyle: આજે છે જન્માષ્ટમી (Janmashtami 2026)…મધ્યરાત્રિએ તમામ મંદિરો અને ઘણા ખરા ઘરોમાં કાનુડાના જન્મનો ઉત્સવ મનાવવામાં આવશે અને 5 સપ્ટેમ્બરે નંદ મહોત્સવ (Nand Mahotsav) મનાવાશે. આજે અથવા કાલે બાળ ગોપાળ માટે તમે કંઇક વિશેષ વ્યંજન (Sweet) બનાવવા ઈચ્છતા હો તો બનાવો મખાના ખીર (Makhana Kheer)…પારણાના દિવસ માટે આ વ્યંજન અત્યંત સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી સાબિત થશે. ઠાકુરજીને પ્રસાદ ધરાવવા માટે આ ખીર એક બહેતરીન વિકલ્પ છે. કેવળ 1 કપ મખાનામાંથી રબડીદાર ખીર શી રીતે બનાવવી એની સરળ રેસિપી (Makhana Kheer Recipe) અહિં દર્શાવીશું…
5 સપ્ટેમ્બરે નંદ મહોત્સવ (Nand Mahotsav) મનાવાશે. આ ખાસ દિવસે ઘરમાં અનેકવિધ વાનગીઓ અને વ્યંજનો બનાવવામાં આવે છે. મખાના ચાટ, રાયતા અને ખીર જેવી ટેસ્ટી રેસિપી ઉપરાંત મખાના ખીર (Makhana Kheer) એક અનોખી વાનગી છે જેને તમે આ તહેવારે બનાવી શકો છો. પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર સુપરફૂડ મખાનાને તમે આહારમાં અલગ-અલગ રીતે સામેલ કરી શકો છો.
ખાસ કરીને જ્યારે ઘરે મહેમાનો (Guests) આવવાના હોય ત્યારે કશુંક એવું બનાવવાનું મન થઇ જાય છે કે જે સ્વાદિષ્ટ હોવા સાથે કંઇક ‘હટ કે’ હોય! હાલ નકલી માવા અને પનીર (Alterated Mawa & Paneer)ના સમાચારો સુર્ખીઓમાં છે ત્યારે તમે બજારમાંથી ખાંડની બનેલી ભેળસેળની આશંકાયુક્ત મીઠાઈઓ લાવવાના બદલે મખાના ખીર (Makhana Kheer) ઘરે જ બનાવી શકો છો.
મખાના ના સ્વાસ્થલાભ
ભારતભરમાં પરંપરાગત રીતે ખાવામાં આવતા મખાના આજે સમગ્ર દુનિયામાં એક હૅલ્ધી સ્નૅક (Healthy Snack)ના સ્વરુપે લોકપ્રિય બની ચૂક્યું છે. આ સુપરફૂડ ફક્ત સ્વાદિષ્ટ છે એટલું જ નહિં પરંતુ, સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે.
વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઇએ તો મખાના અર્થાત્ ફોક્સ નટ (Fox Nut) પ્રોટીન, એન્ટિ-ઓક્સિડન્ટ્સ અને ફાઇબરથી ભરપૂર ખાદ્ય પદાર્થ છે જે, આપણા શરીરને બીમારીઓથી રક્ષણ આપવાનું કામ કરે છે. આયુર્વેદ નિષ્ણાતોના મતે, મખાનાનું મહત્વ સૌપ્રથમ તો એની ન્યુટ્રિશનલ વેલ્યૂ (Nutritional Value)માં છુપાયેલું છે. એમાં પ્રોટીનની માત્રા સારી એવી હોય છે જે સ્નાયુઓને મજબૂત બનાવવા અને શરીરની ઊર્જાને જાળવી રાખવામાં મદદગાર છે.
આજના સમયમાં હેલ્થ પ્રત્યે સભાન લોકોમાં મખાના (Makhana) ખૂબ જ લોકપ્રિય આહાર બની રહ્યા છે.વજન નિયંત્રણમાં રાખવા અને શરીરને પૂરતું પોષણ આપવા માટે આ એક ઉત્તમ વિકલ્પ છે.મખાના માત્ર વજનમાં હળવા અને પચી જાય તેવા જ નથી,પરંતુ તેમાં પ્રોટીન,ફાઇબર,કેલ્શિયમ,મેગ્નેશિયમ,પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા જરૂરી ખનિજો ભરપૂર માત્રામાં જોવા મળે છે.કેલરી અને ચરબી ઓછી હોવાને કારણે ડાયેટિશિયન્સ પણ તેને સંતુલિત આહારમાં સામેલ કરવાની સલાહ આપે છે. તો ચાલો કાન્હા માટે આ વખતે થઈ જાય મખાના ખીર!
શી રીતે બનાવશો મખાના ખીર? (Makhana Kheer Recipe)
મખાના ખીર બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
1 મોટી ચમચી દેશી ઘી
70 ગ્રામ મખાના
1 નાની વાડકી સૂકો મેવો
1 લિટર ફુલ ક્રીમ દૂધ
5-6 કેસરના તાંતણા
6-7 ચમચી ખાંડ
1 નાની ચમચી ઈલાયચી પાવડર
1 નાની ચમચી ગુલાબ જળ
અડધો કપ ગરમ દૂધ

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ કેસરનું દૂધ બનાવો. કેસરને વાટી લો અને અડધા કપ ગરમ દૂધમાં ઉમેરી મૂકી રાખો.
2. હવે ગૅસ પર જાડા તળીયા વાળી કડાઈ લઈને એમાં દેશી ઘી ઉમેરો. ઘી ગરમ થા. એટલે એમાં કાજુ, બદામ, પિસ્તા, ચારોળી વગેરે સૂકા મેવા (Dry Fruits)ને સરસ રીતે શેકી લેવા.
3. એક પ્લેટમાં આ ડ્રાય ફ્રુટ્સ કાઢી લો અને એ જ કડાઈમાં મધ્યમ તાપે ક્રિસ્પી બને ત્યાં સુધી મખાના (Makhana) શેકી લો.
4. હવે આ શેકેલા મખાનાને ઠંડા કરીને મિક્સરમાં વાટી લો. એ વાતનું ધ્યાન રાખવું કે મખાનાને બારીક કરવાના નથી, એટલે પલ્સ મોડ પર જ મિક્સર ચલાવવું.
5. ઊંડા તળિયાવાળા એક પાત્ર કે તપેલાાં 1 લીટર દૂધને સારી રીકે ગરમ થવા દો. દૂધ ગરમ થાય એટલે એમાં વાટેલા મખાના ઉમેરી દો.
6. મધ્યમ તાપે રાખીને સતત હલાવતા રહો જેથી એ તળીયે ચોંટે નહિં…દૂધને ઘટ્ટ થવા દો.
7. હવે મૅશરની મદદથી મખાનાને સારી રીતે મૅશ કરી લો. ત્યાર બાદ, એમાં ઈલાયચી પાવડર, ગુલાબ જળ, શેકેલા ડ્રાય ફ્રુટ્સ, કેસર વાળું દૂધ (Saffron Milk) અને ખાંડ ઉમેરીને ફરીથી થોડી વાર થવા દો.
8. ખાંડ ઓગળી જાય એટલે ગૅસને બંધ કરીને પાત્ર નીચે ઉતારી લો.
કેટલીક મિનિટો સુધી મૂકી રાખ્યા બાદ તમારી મખાનાની મલાઈદાર રબડી સ્ટાઈલ ખીર (Makhana Kheer) તૈયાર થઈ જશે…એને એક સર્વિંગ બાઉલમાં કાઢીને હળવી ગરમ કે ઠંડી કાન્હા (Lord Krishna)ને પ્રસાદી રુપે અર્પણ કરો.
આ પણ વાંચો: કેવળ 1 ગ્લાસ દૂધ અને તાજા નાળિયેરની હલવાઈ સ્ટાઇલ મીઠાઈ બનાવો…વ્રત માટે પરફેક્ટ રેસિપી…
