Lifestyle/ દિવાળીથી દેવ દિવાળી સુધી આવશે મહેમાનો, સરસ મજાની ખીરથી સ્વાગત કરો…ફટાફટ રેસીપી..!

ખીર અર્થાત્ ક્ષીર એ એક પારંપરિક વ્યંજન છે જેને તૈયાર કરવામાં કલાકથી પણ વધુ સમય લાગી શકે છે. પણ જો તમારે તહેવારોમાં ઝડપથી ખીર બનાવવી હોય તો…

Trending festival Food Lifestyle

Lifestyle: દિવાળીના દિવસો (Diwali Festival)માં મીઠાઈ (Sweet) બનાવવાની મજા જ કંઈક ઓર હોય છે અને એ પણ ઝડપથી બની જાય તો!! ખીર (Kheer) અર્થાત્ ક્ષીર એ એક પારંપરિક વ્યંજન (Traditional Sweet) છે જેને તૈયાર કરવામાં કલાકથી પણ વધુ સમય લાગી શકે છે. પણ જો તમારે તહેવારોમાં ઝડપથી ખીર બનાવવી હોય તો એક સિક્રેટ રેસિપી (Secret Recipe) તમારા માટે અમે લઇને આવ્યા છીએ. એ ફટાફટ બની પણ જશે અને વળી મહેમાનો તમારા વખાણ કરતા થાકશે નહિં!!

આ રેસિપી માત્ર 15 જ મિનિટમાં તૈયાર થઇ જાય છે અને એ પણ રબડી (Rabdi) જેવી ઘટ્ટ અને સ્વાદિષ્ટ! એની એક સિક્રેટ સામગ્રી છે પૌંઆ…જે ખીરને ઝડપથી ઘટ્ટ કરવામાં સહાયક થાય છે. આ સરળ રીત અપનાવીને તમે ઓછા સમયમાં લાજવાબ ટેસ્ટી અને હૅલ્ધી (Tasty & Healthy) ખીર બનાવી શકો છો.

લચ્છેદાર ખીર શી રીતે બનાવશો?

ફટાફટ રેસિપીથી ખીર બનાવવા માટે જોઇતી સામગ્રી (Ingredients) અને તેને બનાવવાની વિધિ જોઇ લઇએ.

આ ખીર બનાવવા માટે તમારે આટલી સામગ્રીની જરુર પડશે.

સામગ્રી

1 નાની વાડકી નાની સાઇઝના રેગ્યુલર ચોખા

1 ચમચી ઘી

1 લિટર ફુલ ક્રીમ દૂધ

3 ચમચી પૌંઆ

5-7 કાજુ

સ્વાદાનુસાર ખાંડ કે દળેલી સાકર

5-6 કેસરના તાંતણા

ચપટી ઇલાયચી પાઉડર

મનપસંદ ડ્રાય ફ્રુટ્સ

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ બાસમતી નહિં પણ નાની સાઇઝના ચોખા (Regular Rice) લેવા જેને બે વાર ધોઇ લેવા. આમ કરવાથી ચોખામાં સ્ટાર્ચ (Starch) જળવાઇ રહેશે જે ખીરને ઘટ્ટ બનાવવામાં મદદરુપ થશે.

2. હવે આ ચોખાને કૂકરમાં એનાથી ત્રણ ગણું પાણી લઈને ભાત ગળે ત્યાં સુધી રાંધી લેવા. હવે કૂકરમાં 5 સિટી જેવી વગાડવી અને જ્યારે પ્રેશર કૂકર (Pressure Cooker)નું પ્રેશર નીકળી જાય ત્યારે ગળેલા ભાતને એક બાઉલમાં કાઢી લેવા.

3. હવે એક જાડા તળિયાવાળી કડાઇ લઇને એમાં સહેજ ઘી નાખવું જેથી દૂધ તળીયે ચોંટે નહિં. એક લિટર ફુલ ક્રીમ દૂધ (Milk)ને એમાં ઉમેરીને ઉકાળી લેવું.

4. દૂધ ઉકળે એ દરમિયાન, 3 ચમચી જેટલા પૌંઆ એક વાડકામાં લઇને ધોઇ લેવા. એમાં થોડું દૂધ અને કાજુ મિક્સ કરીને 5 થી 6 મિનિટ સુધી પલાળી રાખો. હવે ઉકળેલા દૂધમાંથી એક નાની વાડકી જેટલું દૂધ કાઢીને એમાં 5-6 કેસરના તાંતણા (Saffron Strands) ઉમેરો અને મૂકી રાખો.

5. જ્યારે દૂધ સારી રીતે ઉકળી જાય ત્યારે પૌંઆ અને કાજુ (Poha & Cashew nuts)નું મિશ્રણ મિક્સરમાં વાટીને એની એક ઘટ્ટ પેસ્ટ બનાવી લેવી અને દૂધમાં ઉમેરવી.

6. તમે જોશો કે થોડીક જ વારમાં આ મિશ્રણ સરસ રીતે ઘટ્ટ બની જશે અને ચોખાના દાણા ઉપર તરવા લાગશે. આ જ રબડીદાર અને લચ્છેદાર ખીરની નિશાની છે.

7. હવે આ તૈયાર ખીરમાં સમય છે સાકર ઉમેરીને એને મીઠી બનાવવાનો! તમારા સ્વાદ અનુસાર એમાં ખાંડ કે દળેલી સાકર (Sugar) ઉમેરી દો. જેવી ખાંડ ઓગળશે કે ખીર થોડી લિકિવડ થશે જેથી એને 5 મિનિટ સુધી ઉકાળો.

8. હવે સાઇડમાં મૂકી રાખેલા કેસરવાળા દૂધને હલાવીને મિશ્રણમાં ઉમેરી દો. ત્યારબાદ થોડો ઇલાયચી પાઉડર (Cardamom Powder) મિક્સ કરી દો. આ બંને વસ્તુઓથી ખીરનો સ્વાદ અને સુગંધ ઓર વધી જશે!

9. જો તમે ઇચ્છો તો આ તૈયાર ખીરમાં કાજુ, બદામ, પિસ્તા અને કિશમિશ જેવા તમારા મનપસંદ ડ્રાય ફ્રુટ્સ (Dry Fruits)ની કતરણ ઉમેરી શકો છો.

હવે આ ખીરને વધારે ન પકાવશો કારણ કે, એ ઠંડી થયા બાદ ઓર ઘટ્ટ બની જશે. તૈયાર છે તમારી ફટાફટ રબડીદાર સ્પેશિયલ ખીર! તમે પણ ખાઓ અને દિવાળીમાં મહેમાનોનું પણ આ મસ્ત મજાના વ્યંજનથી સ્વાગત કરો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દિવાળીએ આ રેસિપીથી રસઝરતાં, પોચાં અને સ્વાદિષ્ટ માલપુઆ બનાવો, આ ટ્રિક અજમાવો…

આ પણ વાંચો: દિવાળીએ તેલમાં નહિં પણ પાણીમાં તળવી પૂરીઓ, બનશે ક્રિસ્પી અને ફૂલેલી…ઓઇલ ફ્રી રેસિપી..!

આ પણ વાંચો: દિવાળીએ ઘરે જ બનાવો ટેસ્ટી-હૅલ્ધી કરારા મગ દાળ સમોસા, ફટાફટ રેસિપી..!