Surat News:સુરત શહેરમાં અસામાજિક તત્વો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. તેમને પોલીસ કાર્યવાહીનો કોઈ ડર નથી લાગતો, અને તેઓ ખુલ્લેઆમ લોકોને ધમકાવે છે. ત્યારે તેમનામા પોલીસનો દરને મક્કમ કરવા પોલીસે વૈભવ રબારી નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે, જે શહેરમાં ખુલ્લેઆમ ચપ્પુ લહેરાવીને લોકો સાથે ઝઘડો કરી રહ્યો હતો, પોલીસે તેની ધરપકડ કરી અને પછી તેને જાહેરમાં પરેડ કરાવી હતી .પોલીસે આરોપીને કાયદાનો પાઠ ભણાવ્યો હતો.
સુરત (Surat) શહેરમાં ગુનેગારો અને અસામાજિક તત્વો દ્વારા હુમલો અને ધાકધમકી આપવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે, જાણે કે તેમને પોલીસ કાર્યવાહીનો કોઈ ડર જ નથી. શહેરની વરાછા પોલીસે (Police) લાંબા સમયથી ફરાર આરોપીને પકડી લીધો છે. વૈભવ રબારી નામનો એક વ્યક્તિ લોકોને ચપ્પુ લઈને ધમકાવી રહ્યો હતો.
પોલીસે આરોપી વૈભવ રબારી નામના વ્યક્તિની ધરપકડ કરી અને તેને જાહેરમાં પરેડ કરાવી. પોલીસે આરોપી વૈભવની ધરપકડ કરી અને તેને કાયદાનો પાઠ ભણાવ્યો. સુરત પોલીસે આરોપીની ધરપકડ કરી છે, તેને પાઠ ભણાવ્યો અને ખાતરી કરી કે તે કાયદાનું પાલન કરે. જ્યારે પોલીસે આરોપીને જાહેરમાં રજૂ કર્યો, ત્યારે તેને જોવા માટે ભીડ એકઠી થઈ ગઈ.
આ પણ વાંચો:સુરતમાં પરિણીત મહિલાને પ્રેમ જાળમાં ફસાવી આરોપીએ આચર્યું દુષ્કર્મ
આ પણ વાંચો:સુરતમાં સસ્પેન્ડેડ PSI રણજીત કાસલેની એન્કાઉન્ટરની ધમકી આપવા બદલ ધરપકડ
આ પણ વાંચો:છેલ્લા 3 દિવસમાં, વહીવટીતંત્ર અને સુરત ભાજપ સંગઠનો દ્વારા બિહાર જતા નાગરિકોને શક્ય તેટલી મદદ
